WhatsApp માં જલદી મળશે Missed Call એલર્ટ ફીચર, યૂઝર્સને મળશે ફાયદો, જાણો વિગત

WhatsApp Missed Call Alert: યૂઝર્સને તેમાં મિસ્ડ કોલનું એલર્ટ મળશે. આ ફીચર શરૂઆતમાં બિઝનેસ યૂઝર્સ માટે હશે. ખાસ કરી iOS બેસ્ડ પ્લેટફોર્મ માટે લોન્ચ થશે. જાણો કઈ રીતે કામ કરશે નવુ ફીચર.

WhatsApp માં જલદી મળશે Missed Call એલર્ટ ફીચર, યૂઝર્સને મળશે ફાયદો, જાણો વિગત

નવી દિલ્હીઃ WhatsApp Missed Call Alert: વોટ્સઅપ યૂઝર્સ માટે સતત નવા અપડેટ્સ લાવી રહ્યું છે. પાછલા દિવસોમાં ત્રણ નવા ફીચર્સની જાહેરાત થઈ હતી. હવે વોટ્સએપ બિઝનેસ યૂઝર્સ માટે નવુ અપડેટ લાવવાનું છે. વોટ્સએપ નવુ એપ્લીકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ રજૂ કરવા જઈ રહ્યું છે. તેમાં યૂઝર્સને મિસ્ડ કોલનું એલર્ટ મળશે. આ ફીચર શરૂઆતમાં બિઝનેસ યૂઝર્સ માટે હશે. ખાસ કરી  iOS બેસ્ડ પ્લેટફોર્મ માટે લોન્ચ થશે. જો બધુ બરાબર રહેશે તો કંપની બાકી યૂઝર્સ માટે પણ આ ફીચર જારી કરશે. 

રોલઆઉટ કરવામાં આવ્યું નવુ ફીચર
WhatsApp નું નવુ મિસ્ડ કોલ એલર્ટ ફીચર લેટેસ્ટ iOS 15 પર કામ કરશે. નવુ API આ સપ્તાહથી સપોર્ટ કરવાનું શરૂ કરી શકે છે. તેને રોલઆઉટ કરવા માટે નવુ અપડેટ એપલ એપ સ્ટોર પર જોડવામાં આવશે. મિસ્ડ કોલ એલર્ટ તે સમયે કામ કરશે, જ્યારે વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ યૂઝર્સ ફોનમાં ડૂ નોટ ડિસ્ટર્બ ફીચરને એક્ટિવ કરશે. WABetaInfo પર આ ફીચર સાથે જોડાયેલી જાણકારી આપવામાં આવી છે. વોટ્સએપ તરફથી નવુ ફીચરને રોલઆઉટ કરવામાં આવ્યું છે. પરંતુ અપડેટ આવવામાં થોડો સમય લાગી શકે છે. 

મળશે મિસ્ડ કોલ ડિટેલ
WABetaInfo ના રિપોર્ટ પ્રમાણે ડૂ નોટ ડિસ્ટર્બ મોડ ઓન થવા પર વોટ્સએપ કોલ નોટિફિકેશન ટર્ન ઓફ રહેશે. આ દરમિયાન નવુ Missed call alert તમને એલર્ટ કરશે. વોટ્સએપ કોલ હિસ્ટ્રી પેનલમાં એક નવુ લેબલ જોવા મળશે, તેમાં એલર્ટ આવશે. 

કોલ હિસ્ટ્રીની જમણી બાજુ નવા લેબલને પ્લેસ કરવામાં આવ્યું છે. આ લેબલથી તમને એલર્ટ મળશે કે જે સમયે તમારો ફોન ડૂ નોટ ડિસ્ટર્બમાં હતો, તે સમયે વોટ્સએપ પર કોલ આવી રહ્યો હતો. પરંતુ કંપનીએ હજુ તે વાતનો ઉલ્લેખ કર્યો નથી કે આ ફીચર કોલ કરનારની જાણકારી મળશે કે નહીં. ફીચર સાથે જોડાયેલી ડિટેલ્સ તમારા એપના લોકલ ડેટાબેસમાં સ્ટોર રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news