ભારતના ઈતિહાસનું સૌથી મોટું મર્જર, ગ્રાહકો માટે મોટી ખુશખબરી, જાણી લેજો નવા નિયમો

HDFC-HDFC Bank Merger News: 1 જુલાઈ, 2023 ના રોજ ભારતના ઈતિહાસનું સૌથી મોટું મર્જર થવા જઈ રહ્યું છે, જેના પછી શેરબજારમાં HDFC લિમિટેડના શેરનું ટ્રેડિંગ બંધ થઈ જશે. 1 જુલાઈથી HDFC લિમિટેડ અને HDFC બેંક બંને મર્જ થઈ જશે અને તેઓ એક થઈ જશે.

ભારતના ઈતિહાસનું સૌથી મોટું મર્જર, ગ્રાહકો માટે મોટી ખુશખબરી, જાણી લેજો નવા નિયમો

HDFC-HDFC Bank Merger: HDFC અને HDFC બેંકના મર્જરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના ઈતિહાસમાં સૌથી મોટું મર્જર 1 જુલાઈ 2023ના રોજ થવા જઈ રહ્યું છે, ત્યારબાદ શેરબજારમાં HDFC લિમિટેડના શેરનું ટ્રેડિંગ બંધ થઈ જશે. 1 જુલાઈથી, HDFC લિમિટેડ અને HDFC બેંક બંને મર્જ થઈ જશે અને તેઓ એક થઈ જશે. આ પછી બંને કંપનીઓ માર્કેટમાં સાથે મળીને બિઝનેસ કરશે.

30 જૂને બોર્ડની બેઠક યોજાશે
તમને જણાવી દઈએ કે 30 દિવસ પછી એટલે કે 3 દિવસ પછી HDFC અને HDFC બેન્કની બોર્ડ મીટિંગ યોજાશે, જેમાં મર્જરને અસરકારક બનાવવામાં આવશે અને વધુ માહિતી આપવામાં આવશે. મર્જર બાદ 13 જુલાઈથી બજારમાં HDFC લિમિટેડના શેરનું ટ્રેડિંગ બંધ થઈ જશે.

રેસ્ટોરેન્ટના બિલ જેટલા રૂપિયામાં મળી રહ્યો છે ફોન,એકસાથે 4-4 ખરીદી રહ્યા છે ગ્રાહકો
India માં એન્ટ્રી માટે તૈયાર સ્ટારલિંક, મળશે 300Mbps ની જોરદાર ઇન્ટરનેટ સ્પીડ!
લાખોના પગારની કરવી છે નોકરી, તો તુરંત જ અહીં કરો અરજી, ઉંમર 25 થી 30 વર્ષની જોઈશે
9 વાર ફેલ ગયો આ બિઝનેસમેન : ડિપ્રેશનનો ભોગ બન્યો, પછી 1.5 લાખ કરોડની કંપની ઉભી કરી

ગ્રાહકોને ઘણા ફેરફારોનો સામનો કરવો પડશે
બંને કંપનીઓના મર્જર બાદ ગ્રાહકોને ઘણા ફેરફારોનો સામનો કરવો પડશે. HDFC હાલમાં HDFC બેંકની તુલનામાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વધુ વ્યાજનો લાભ આપી રહી છે, જે લોકોનું આ બેંકમાં ખાતું છે તેમને તેના નવા નિયમો જાણવા પડશે.

Chankya Neeti: જોજો કોઇની સાથે શેર ન કરતા આ 3 વાતો, નહીંતર મોટી મુશ્કેલીમાં મુકાશો
2 દિવસ ઉજવવામાં આવશે રક્ષાબંધન, પરંતુ રહેશે ભદ્રાનો પડછાયો, જાણો ક્યારે બંધાશે રાખડી
Watch: પુત્રીને સરપ્રાઇઝ આપવા ભારતથી કેનેડા પહોંચ્યા પિતા, વિડીયો જોઇ ઇમોશન ઇન્ટરનેટ
વિશ્વના આ 10 દેશોમાં સૌથી વધુ મળે છે કર્મચારીઓને પગાર, કરોડપતિ થઈ જશો

કરોડો ગ્રાહકોને અસર થશે
આ મર્જર બાદ બંને કંપનીઓના ખાતાધારકોને એક જ જગ્યાએ તમામ સુવિધાઓ મળશે. આ સાથે, તમે બેંકિંગ અને ફાઇનાન્સનો એકસાથે લાભ લઈ શકશો. ગ્રાહકોને HDFC બેંકની શાખામાં જ HDFC ઉત્પાદનો અને સેવાઓનો લાભ મળશે. આ મર્જરને કારણે કરોડો બેંક ખાતાધારકો HDFC પાસેથી લોન લેનારાઓને અસર થશે.

એક વર્ષ પહેલા કરવામાં આવી હતી મર્જરની જાહેરાત
HDFC બેંકના હાઉસિંગ ધિરાણકર્તા HDFC લિમિટેડ સાથે મર્જરની જાહેરાત લગભગ એક વર્ષ પહેલા એટલે કે એપ્રિલમાં કરવામાં આવી હતી. 40 બિલિયન ડોલરના આ મર્જરને ભારતીય કોર્પોરેટ જગતનો સૌથી મોટો સોદો કહેવામાં આવી રહ્યો છે. કંપનીએ જણાવ્યું છે કે HDFC બેન્ક HDFCના 25 શેર માટે 42 નવા શેરનું વિતરણ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news