Mobikwik Data Leak: મોબિક્વિક પાસેથી હેકરોએ ઉડાવ્યો 9.9 કરોડ ભારતીયોનો ડેટા, તેમાં છે બેન્ક ડિટેલ સહિત તમામ જાણકારીઓ!

Mobikwik Data Leak: હેકરોએ દાવો કર્યો છે કે તેમણે મોબિક્વિકના 9.9 કરોડ ભારતીય ઉપયોગકર્તાઓનો ડેટા ઉડાવી લીધો છે. તેમાં તે લોકોના મોબાઇલ ફોન નંબર, બેન્ક ખાતાની વિગત, ઈ-મેલ અને ક્રેડિટ કાર્ડ નંબર સામેલ છે. પરંતુ ચુકવણી કંપનીએ તેનું ખંડન કર્યું છે. સાઇબર સુરક્ષા વિશ્લેષક રાજશેખર રાજહરિયાએ આ ડેટા લીકનો ખુલાસો કર્યો છે.

Mobikwik Data Leak: મોબિક્વિક પાસેથી હેકરોએ ઉડાવ્યો 9.9 કરોડ ભારતીયોનો ડેટા, તેમાં છે બેન્ક ડિટેલ સહિત તમામ જાણકારીઓ!

નવી દિલ્હીઃ Mobikwik Data Leak: હેકરોએ દાવો કર્યો છે કે તેમણે મોબિક્વિકના 9.9 કરોડ ભારતીય ઉપયોગકર્તાઓનો ડેટા ઉડાવી લીધો છે. તેમાં તે લોકોના મોબાઇલ ફોન નંબર, બેન્ક ખાતાની વિગત, ઈ-મેલ અને ક્રેડિટ કાર્ડ નંબર સામેલ છે. પરંતુ ચુકવણી કંપનીએ તેનું ખંડન કર્યું છે. સાઇબર સુરક્ષા વિશ્લેષક રાજશેખર રાજહરિયાએ આ ડેટા લીકનો ખુલાસો કર્યો છે.

મોબિક્વિક એક પેમેન્ટ એપ છે, જેમાંથી દરરોજ 10 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન થાય છે. મોબિક્વિકનો ઉપયોગ કરી ફોન રિચાર્જ કરી શકાય છે, બિલ જમા કરી શકાય છે અને ચુકવણી કરી શકાય છે. મોબિક્વિક સાથે હાલના સમયમાં આશરે 30 લાખથી વધુ ટ્રેડર્સ અને રિટેલર્સ જોડાયેલા છે. હજુ મોબિક્વિકના ગ્રાહકોની સંખ્યા 10.7 કરોડથી વધુ છે. મોબિક્વિકમાં સિકોઇયા કેપિટલ અને બજાજ ફાઇનાન્સ લિમિટેડનું મોટુ રોકાણ છે. આ કંપનીનો સીધો મુકાબલો વોટ્સએપ પે, ગૂગલ પે, ફોન પે, પેટીએમ જેવી પેમેન્ટ એપ સાથે છે. 

સાઇબર સુરક્ષા વિશ્લેષક રાજશેખર રાજહરિયાએ આ વિશે ભારતીય રિઝર્વ બેન્ક, ઈન્ડિયન કમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, પીસીઆઈ માનક અને ચુકવણી ટેક્નોલોજી કંપનીઓને લેખિતમાં સૂચના આપી છે. એક હેકર સમૂહ જોર્ડનેવને ડેટાબેસની લિંક પીટીઆઈને પણ ઈ-મેલ કરી છે. આ સમૂહે કહ્યુ કે, તેનો ઇરાદો આ ડેટાનો ઉપયોગ કરવાનો નથી. સમૂહે કહ્યુ કે, તેનો ઇરાદો માત્ર કંપની પાસે પૈસા લેવાનો છે. ત્યારબાદ તે પોતાના તરફથી આ ડેટાને ડિલીટ કરી દેશે. 

જોર્ડનેવને મોબિક્વિકના સંસ્થાપક બિપિન પ્રીત સિંહ અને મોબિક્વિકના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ઉપાસાન તાકૂની વિગત પણ ડેટાબેસે શેર કરી છે. સંપર્ક કરવા પર મોબિક્વિકે આ દાવાનું ખંડન કર્યુ છે. કંપનીના પ્રવક્તાએ કહ્યુ કે, વિનિમય એકમના રૂપમાં તે ડેટા સુરક્ષાને ખુબ ગંભીરતાથી લે છે અને માન્ય ડેટા સુરક્ષા કાયદાનું સંપૂર્ણ રીતે પાલન કરે છે. 

તો હેકર સમૂહે દાવો કર્યો કે આ ડેટા મોબિક્વિકનો છે. સમૂહે મોબિક્વિક ક્યૂઆર કોડની ઘણી તસવીરોની સાથે પોતાના ગ્રાહકોને જાણો, એટલે કે કેવાઈસી માટે ઉપયોગ થનાર દસ્તાવેજ જેમ કે આધાર અને પાન કાર્ડ પણ અપલોડ કર્યા છે. મોબિક્વિકે કહ્યું કે, તે આ વિશે સંબંધિત અધિકારીઓની સાથે કામ કરી રહી છે. કંપનીએ કહ્યું કે, આ આરોપોની ગંભીરતાને જોતા તે ત્રીજા પક્ષ દ્વારા ફોરેન્સિક ડેટા સુરક્ષા ઓડિટ કરાવશે. 

કંપનીએ કહ્યું કે મોબિક્વિકના તમામ ખાતા તથા તેની રકમ પૂર્ણ રીતે સુરક્ષિત છે. રાજહરિયાએ કહ્યુ કે, સરકારી અધિકારીઓએ આ મામલાની તત્કાલ ઉંડાણ પૂર્વક તપાસ કરવી જોઈએ, કારણ કે તેનો પ્રભાવ ખુબ વ્યાપક થઈ શકે છે અને તેનાથી નાણાકીય છેતરપિંડી કરી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news