ગુજરાતમાં Adani એ CNG ના ભાવમાં વધારો કર્યો, હવે આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે

Adani CNG Price Hike : પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર....અદાણીએ CNG ગેસના ભાવમાં કર્યો 80 પૈસાનો વધારો....વાહન ચાલકોએ હવે એક કિલો CNG ગેસ માટે ચૂકવવા પડશે 80 રૂપિયા...

ગુજરાતમાં Adani એ CNG ના ભાવમાં વધારો કર્યો, હવે આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે

CNG Price Hike મૌલિક ધામેચા/અમદાવાદ : અદાણીએ CNG ગેસના ભાવમાં વધારો ઝીંક્યો છે. CNG માં 2 મહિના બાદ ગઈ કાલે ભાવ વધારો જાહેર કર્યો છે. અદાણી CNG ના ભાવમાં 80 પૈસાનો વધારો કરાયો છે.  અમદાવાદમાં CNG ગેસનો ભાવ વધીને ₹75.09 થયો છે. CNGનો જૂનો ભાવ પ્રતિ કિલો ₹74.29 હતો. 

નવા વર્ષમાં પ્રજા પર મોંઘવારીનો સતત માર પડી રહ્યો છે. અદાણીએ બે મહિના બાદ CNG ગેસના ભાવમાં વધારો કર્યો છે. આ ભાવ વધારો 80 પૈસાનો કરાયો છે. અદાણીએ CNG ગેસના ભાવમાં કર્યો 80 પૈસાનો વધારો ઝીંક્યો છે. અમદાવાદમાં CNG ગેસનો ભાવ વધીને 75.09 રૂપિયા થયો છે. આ પહેલા CNG ગેસનો જૂનો ભાવ 74.29 રૂપિયા પ્રતિ કિલો હતો. હાલના સમયમાં લોકો પહેલેથી મોંઘવારના મારે તળે દબાયેલા છે, ત્યારે રોજબરોજની વસ્તુઓના સતત વધી રહેલા ભાવ હવે લોકોની કમર તોડી રહ્યાં છે. 

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે અદાણીએ ગેસના ભાવ વધાર્યાં છે.

લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. પેટ્રોલ તેમજ ડીઝલ પર હવે મોંઘવારીનો માર પડવાનું શરૂ થઈ ગયું છે. તે પહેલા જ સીએનજીના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ત્યારથી ચૂંટણીના પરિણામ બાદ તેની અસર ભાવ પર પડવા લાગી છે. આવામાં એટલુ તો સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજીમાં નવો ભાવવધારો લાગુ કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news