ગુજરાતની ટોચની કંપની ઈન્ટાસે ફાર્મા સેક્ટરમાં કર્યો સૌથી મોટો લાઈસન્સિંગ કરાર
Pharmaceuticals MOU : દેશની અગ્રણી ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ કંપનીએ વધુ એક સફળતા મેળવી... હવે કંપનીનો ગ્લોબલ બાયોસિમિલર પોર્ટફોલિયો વધુ મજબૂત બનશે
Trending Photos
INTAS PHARMACEUTICALS LTD : અમદાવાદની ફેમસ ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા વધુ એક મોટો લાઇસન્સિંગ કરાર કરાયો છે. ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ કંપનીએ યુરોપ અને યુએસએ સહિત 150 થી વધુ દેશોમાં Etanercept બાયોસિમિલર ટાર્ગેટિંગ ઓટોઇમ્યુન ડિસીઝ માટે mAbxience સાથે લાયસન્સિંગ કરારની જાહેરાત કરી છે. આ સહયોગને કારણે ઈન્ટાસ ગ્લોબલ બાયોસિમિલર પોર્ટફોલિયો વધુ મજબૂત બન્યો છે અને વિશ્વસ્તરે ઉચ્ચ-ગુણવત્તાની દવાઓ ઉપલબ્ધ કરવાની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. Etanercept બાયોસિમિલરના વિકાસ, ઉત્પાદન અને પુરવઠા માટે mAbxience જવાબદાર રહેશે. આ સહયોગ ઓટોઇમ્યુન રોગોની અદ્યતન સારવાર ઉપલબ્ધ કરવાનું એક મહત્વપૂર્ણ કદમ બની રહેશે.
Intas ન માત્ર ગુજરાતની, પરંતુ દેશની અગ્રણી ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ, ઉત્પાદન અને માર્કેટિંગ કંપની છે. ઈન્ટાસ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી વ્યાપક ફાર્માસ્યુટિકલ વેલ્યુ ચેઇન દ્વારા અપૂર્ણ તબીબી અને સામાજિક જરૂરિયાતોને પડકારવા માટે પ્રતિબદ્ધ છે.
ફાર્મા માર્કેટમાં ઈન્ટાસની મજબૂત પકડ
ઈન્ટાસે વૈશ્વિક બજારોમાં કામ કરવા માટે એકોર્ડ હેલ્થકેરના નામ હેઠળ પેટા કંપનીઓનું નેટવર્ક સ્થાપ્યું છે. ઈન્ટાસનું નેટવર્ક અનેક દેશઓમાં વ્યાપેલું છે. જેમ કે, ઉત્તર અમેરિકા, યુરોપ, મધ્ય અને લેટિન અમેરિકા, એશિયા-પેસિફિક તેમજ CIS અને MENA દેશોના ફાર્મા બજારોમાં ઈન્ટાસની મજબૂત પકડ છે. આ દેશોમાં ઈન્ટાસે મજબૂત વેચાણ, માર્કેટિંગ અને વિતરણનું માળખું ઉભું કર્યું છે. વિશ્વભરના 85 થી વધુ દેશોમાં ઈન્ટાસનું નેટવર્ક ફેલાયેલું છે. ઉત્તર અમેરિકા અને યુરોપીયન કામગીરીમાં ઇન્ટાસની નોંધપાત્ર સફળતાએ વિશ્વના સૌથી મોટા ફાર્માસ્યુટિકલ બજારોમાં વૈશ્વિક બ્રાન્ડ તરીકે ઉભરવામાં મદદ કરી છે.
કંપનીનું મુખ્ય લક્ષ્યાંક શ્રેષ્ઠ ગુણવત્તા
ઈન્ટાસની દરેક પ્રોડક્ટ અને સેવા તેની ગુણવત્તાના ધોરણોનું પ્રમાણપત્ર છે. નજીકના ભવિષ્યમાં વૈશ્વિક સ્તરે હેલ્થકેર શ્રેષ્ઠતાના માપદંડને વધારવા માટે કંપની તૈયાર છે. ઈન્ટાસ લોકોના સશક્તિકરણ કરવામાં માને છે. તેથી, તેના કોર્પોરેટ વિઝનને પરિપૂર્ણ કરવા માટે, ઇન્ટાસનો ઉદ્દેશ્ય સમગ્ર ઉદ્યોગમાં શ્રેષ્ઠ પ્રતિભાને પ્રાપ્ત કરવાનો અને જાળવી રાખવાનો છે. જેથી તેઓ જે માર્કેટમાં કામ કરે છે તેની વિવિધતાનો સંપૂર્ણ લાભ ઉઠાવી શકે.
18 દેશોમાં પ્લાન્ટ
કંપની વિશે વાત કરીએ તો તે જેનરિક થેરાપ્યુટિક દવાઓના ઉત્પાદક છે અને કોન્ટ્રાક્ટ ક્લિનિકલ સંશોધન અને ઉત્પાદનમાં મોટું કામ કરે છે. તેના 18 ઉત્પાદન પ્લાન્ટ છે, 15 ભારતમાં અને બાકીના યુનાઇટેડ કિંગડમ અને મેક્સિકોમાં છે. નાણાકીય વર્ષ 2019 માં, કંપનીની 69% આવક આંતરરાષ્ટ્રીય બજારોમાંથી થઈ હતી, જ્યારે 31% ભારતમાંથી થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે