આગામી સમયમાં સસ્તા થઇ શકે છે ઇલેક્ટ્રિક વ્હીકલ, GST દર ઘટાડી શકે છે સરકાર
Trending Photos
નવી દિલ્હી: જીએસટી કાઉન્સિલ (GST Council) ની બેઠક 21 જૂનના રોજ યોજાશે. કેંદ્વમાં નવી સરકારની રચના બાદ જીએસટી પરિષદની આ પ્રથમ બેઠક છે. થોડા દિવસો બાદ સરકાર સંસદમાં બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. એવામાં આ વખતે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકને ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. સરકાર આ બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લઇ શકે છે. સૂત્રોના અનુસાર સરકાર તેમાં 18 ટકાના સ્લેબમાં આવનાર સામાન અને સર્વિસને ઓછો ટેક્સ કરી શકે છે.
ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવનાર કંપનીઓના શેરમાં ઉછાળો
કાઉન્સિલની બેઠક પહેલાં સૂત્રોનું કહેવું છે કે સરકાર ઇલેક્ટ્રિક વ્હીકલ પર લગાવનાર જીએસટીને પણ ઓછો કરી શકે છે. આ સમાચાર મીડિયા આવ્યા બાદ સ્ટોક માર્કેટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવનાર કંપનીઓના શેરમાં ઉછાળો આવ્યો છે. ઇલેક્ટ્રિક વ્હીકલ (ઇવી) પર અત્યારે 12 ટકાના દરથી 12 ટકા જીએસટી લાગે છે. સરકાર તેને ઘટાડીને 5 ટકા પર લાવવાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત ઇવી ચાર્જ પર પણ જીએસટી ઘટાડીને 12 ટકા કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા જઇ રહી છે સરકાર
આ સમાચાર બાદ હિમાદ્વી કેમિકલ્સ, Indigo Fut અને Olectra Greentech લિમિટેડના શેર બજારમાં સારો ટ્રેડ કરી રહી છે. Olectra Greentech લિમિટેડના શેરમાં 6.64 ટકાનો ઉછાળો આવ્યો છે. તમને જણાવી દઇએ કે પેટ્રોલ-ડીઝલના ભાવ અને પેટ્રોલિયમ ઇંધણ પર વધતી નિર્ભરતાને ઓછી કરવા માટે સરકાર પણ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે.
નીતિ આયોગે એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 2030માં ફક્ત ઇલેક્ટ્રિક વાહન વેચવાની યોજના છે. સરકારની યોજના છે કે 2023થી બધા દ્વીચકરી અને ત્રણ પૈડાવાળા વાહનોને વિજળીથી ચલાવવા જોઇએ અને 2026થી બધા કોમર્શિયલ વાહનો ઇલેક્ટ્રિક હોવા જોઇએ. જાણકારો જણાવે છે કે ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સના દર ઓછા થતાં ભારત આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે સુલભ થઇ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે