Government Scheme: મોદી સરકાર આપી રહી છે 6000 રૂપિયાની આર્થિક મદદ, ફક્ત આ લોકોને મળશે લાભ

PM Kisan Scheme Benefits:પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ  pmkisan.gov.in પર 'કિસાન કોર્નર' નામનું એક સેક્શન છે. પોર્ટલમાં ફાર્મર્સ કોર્નર દ્વારા ખેડૂતો પોતાની નોંધણી કરાવી શકે છે. તેઓ પીએમ-કિસાન ડેટાબેઝમાં નામ પણ એડિટ કરી શકે છે અને તેમની ચુકવણીની સ્થિતિ જાણી શકે છે.

Government Scheme: મોદી સરકાર આપી રહી છે 6000 રૂપિયાની આર્થિક મદદ, ફક્ત આ લોકોને મળશે લાભ

PM Kisan Scheme: મોદી સરકારે સત્તા સંભાળ્યા બાદ ઘણી યોજનાઓ ચલાવી છે. આ યોજનાઓ દ્વારા મોદી સરકારનો ઉદ્દેશ્ય લોકોનું કલ્યાણ કરવાનો છે. તેમાં પણ સરકાર દ્વારા ખેડૂતોને લાભ આપવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ મોદી સરકાર દ્વારા ખેડૂતો માટે એક અદ્ભુત યોજના પણ ચલાવવામાં આવી રહી છે, જેનો ખેડૂતોને ફાયદો થાય છે. જોકે મોદી સરકાર ખેડૂતો માટે પીએમ કિસાન યોજના ચલાવી રહી છે. જેના કારણે કરોડો લોકોને ફાયદો થયો છે.

પીએમ કિસાન યોજના
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-કિસાન યોજના) એ એક સરકારી યોજના છે જેના દ્વારા તમામ નાના અને સીમાંત ખેડૂતોને લઘુત્તમ આવક આધાર તરીકે દર વર્ષે રૂ. 6,000 સુધી મળે છે. આ યોજના હેઠળ લાખો-કરોડો ખેડૂતોને ફાયદો થયો છે. પીએમ કિસાન યોજના 1 ડિસેમ્બર 2018થી અમલમાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી.

પીએમ કિસાન યોજનાના લાભો
પીએમ કિસાન યોજના હેઠળ, દેશભરના તમામ પાત્ર ખેડૂત પરિવારોને દર ચાર મહિને 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં દર વર્ષે 6000 રૂપિયાની આવક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના પરિવારને પતિ, પત્ની અને સગીર બાળકો તરીકે પરિભાષિત કરે છે. 2,000 રૂપિયાની રકમ સીધી ખેડૂતો/ખેડૂતના પરિવારના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

પીએમ કિસાન યોજના માટે કોણ પાત્ર છે?
- આ યોજના હેઠળ ખેતીલાયક જમીન ધરાવતા જમીનધારક ખેડૂત પરિવારો પોતાના નામે અરજી કરી શકે છે.
શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોના ખેડૂતો.
નાના અને સીમાંત ખેડૂત પરિવારો.

પીએમ કિસાન યોજના માટે કોણ પાત્ર નથી?
- સંસ્થાગત જમીનદાર
- રાજ્ય/કેન્દ્ર સરકાર તેમજ જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને સરકારી સ્વાયત્ત સંસ્થાઓના વર્તમાન અથવા નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓ.
- ઉચ્ચ આર્થિક દરજ્જાના લાભાર્થીઓ લાયક નથી, જેઓ આવકવેરો ચૂકવે છે.
- બંધારણીય હોદ્દા ધરાવતા ખેડૂત પરિવારો.
- ડોકટરો, એન્જીનીયર અને વકીલો જેવા પ્રોફેશનલ્સ.
- 10,000 થી વધુ માસિક પેન્શન ધરાવતા નિવૃત્ત પેન્શનરો.

પીએમ કિસાન સન્માન નિધિ માટે કેવી રીતે નોંધણી કરવી?
ખેડૂતોએ સ્થાનિક મહેસૂલ અધિકારી (તલાટી) અથવા નોડલ અધિકારી (રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત) નો સંપર્ક કરવો પડશે. સામાન્ય સેવા કેન્દ્રો (CSC)ને ફી ચૂકવીને આ યોજના માટે ખેડૂતોની નોંધણી કરવા માટે પણ અધિકૃત કરવામાં આવ્યા છે.

ખેડૂત કોર્નર
PM કિસાન સન્માન નિધિ યોજના - pmkisan.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર 'કિસાન કોર્નર' નામનું એક એક્શન છે. પોર્ટલમાં ફાર્મર્સ કોર્નર દ્વારા ખેડૂતો પોતાની નોંધણી કરાવી શકે છે. તેઓ પીએમ-કિસાન ડેટાબેઝમાં નામ પણ એડિટ પણ કરી શકે છે અને તેમની ચુકવણીની સ્થિતિ જાણી શકે છે.

જરૂરી દસ્તાવેજો
- આધાર ફરજિયાત છે.
- નાગરિકતા પ્રમાણપત્ર, જમીનના કાગળો અને બેંક ખાતાની વિગતો સંબંધિત અધિકારીઓને સબમિટ કરવાની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news