હવે પત્ની કે બાળકના ખાતામાં જમા નહીં કરાવી શકો પૈસા, કારણ કે...
સરકારે બેંક ખાતાઓની સુરક્ષા માટે કેટલાક મજબૂત પગલાં લીધા છે
Trending Photos
નવી દિલ્હી : હાલમાં સરકાર દ્વારા બેન્કિંગ સિસ્ટમને મજબૂત બનાવવાના સતત પ્રયાસ ચાલી રહ્યા છે. હાલમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનની બોલબાલા વધી રહી છે ત્યારે બેંકના ખાતાને વધારે મજબૂત બનાવવા કેટલાક ખાસ નિયમો બની શકે છે. હવે કોઈ તમારી મરજી વગર તમારા ખાતામાં પૈસા જમા નહીં કરાવી શકે અને એ માટે બેન્કિંગ સિસ્ટમમાં કેટલાક બદલાવ કરવામાં આવી શકે છે.
હકીકતમાં નોટબંધી દરમિયાન અનેક લોકોએ પોતાનું બ્લેકમની જમાવવા માટે મિત્રો કે પરિવારજનોના અથવા તો કર્મચારીઓના બેંક ખાતાઓનો ઉપયોગ કર્યો હતો. આ પછી આ ખાતાધારકોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રકારની સ્થિતિથી બચવા માટે હવે સરકાર એવું પગલું લેશે જેના કારણે હવે ખાતામાં પૈસા જમાવવા કરતા પહેલાં ખાતાધારકની મંજૂરી લેવી જરૂરી હશે.
બેંક હવે એવા નિયમ બનાવવાની છે જે પ્રમાણે જો તમારે કોઈ સાથીના બેંકના ખાતામાં પૈસા કરાવા હોય તો આવું કરતા પહેલાં સાથીની મંજૂરી લેવી પડશે. આમ, તમે પતિ, પત્ની કે બાળકના ખાતામાં તેમની મંજૂરી વગર કેશ જમા નહીં કરાવી શકો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે