Gold-Silver: છેલ્લાં 4 દિવસમાં ચાંદીના ભાવમાં 3600 રૂપિયાનો ઘટાડો, સોનાની કિંમત પણ ઘટી, જાણો લેટેસ્ટ રેટ

છેલ્લાં 4 દિવસમાં ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 19 જૂને ચાંદી 72559 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. તેમાં ઘટાડાનો દૌર જારી છે. આજે સવારથી લઈને કુલ ઘટાડો 3600 રૂપિયાથી વધુ થયો છે. 

Gold-Silver: છેલ્લાં 4 દિવસમાં ચાંદીના ભાવમાં 3600 રૂપિયાનો ઘટાડો, સોનાની કિંમત પણ ઘટી, જાણો લેટેસ્ટ રેટ

Gold-Silver Price: સોની બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. ચાંદીમાં આજે 1380 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો થયો છે. ઘટાડા બાદ ચાંદીનો ભાવ 68753 રૂપિયા પર પહોંચી ગયો છે. તો 24 કેરેટ સોનાનો ભાવ 194 રૂપિયા સસ્તો થઈને 58670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો. હવે સોનું પોતાના ઓલ ટાઈમ હાઈથી 3096 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું મળી રહ્યું છે. નોંધનીય છે કે 5 મેએ સોની બજારમાં 24 કેરેટ સોનાનો હાજર ભાવ ઓલ ટાઈમ હાઈ 61739 રૂપિયા પર પહોંચી ગયો હતો. તો ચાંદી આ દિવસે 77280 રૂપિયા પ્રતિ કિલો હતો. આ દિવસોમાં ચાંદી આશરે 9000 રૂપિયા સસ્તી મળી રહી છે. 

ચાર દિવસમાં ચાંદી 3600 રૂપિયા સસ્તી થઈ
 છેલ્લા ચાર દિવસમાં ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. 19 જૂને ચાંદી 72559 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. ત્યારબાદ તેમાં ઘટાડો થઈ રહ્યો છે. આજે સવારે ઘટાડા સાથે ચાંદીમાં કુલ 3600 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. આઈબીજેએ પ્રમાણે 20 જૂને ચાંદી 72091 અને 21 જૂને 70133 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર બંધ થઈ હતી. 

શું છે સોનાનો ભાવ
આઈબીજેએ દ્વારા જારી રેટ પ્રમાણે આજે એટલે કે ગુરૂવારે 22 કેરેટ સોનાનો ભાવ 53742 રૂપિયા અને 23 કેરેટ ગોલ્ડની કિંમત 58435 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. જ્યારે 14 કેરેટ સોનું 34322 રૂપિયા અને 18 કેરેટ સોનાનો ભાવ 44003 રૂપિયા થઈ ગયો છે. સોના-ચાંદીના ભાવ ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી કરવામાં આવે છે. સોના-ચાંદીના આ રેટ પર જીએસટી અને જ્વેલરી મેકિંગ ચાર્જ સામેલ હોતો નથી. 

                          શુદ્ધતા    બુધવારનો ભાવ    ગુરૂવારનો ભાવ    ભાવમાં ફેરફાર
સોનું (પ્રતિ 10 ગ્રામ)    999           58864    58670    194 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ)    995         58628    58435    193 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ)    916         53919    53742    177 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ)    750         44148    44003    145 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ)    585         34435    34322    113 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ)    999         70133    68753    1,380 રૂપિયા સસ્તું

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news