Gold Price Today: સોના-ચાંદી થયા સસ્તા, જાણો 14થી 24 કેરેટ સોનાનો ભાવ
Gold-Silver Price Today: ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે. હજુ પણ સોનાનો ભાવ 61 હજારની ઉપર તો ચાંદીનો ભાવ 72 હજારની ઉપર છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય સોની બજારમાં આજે 16 મે 2023ના સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. પરંતુ સોનાના ભાવ 61 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર છે. તો ચાંદીની કિંમત પણ 72 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. રાષ્ટ્રીય સ્તર પર 999 શુદ્ધતાવાળા 24 કેરેટ સોનાની કિંમત 61079 રૂપિયા છે, જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીની કિંમત 72015 રૂપિયા છે.
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) પ્રમાણે સોમવારની સવારે 24 કેરેટ શુદ્ધ સોનું 61208 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું જે આજે સવારે 61079 રૂપિયા પર આવી ગયું છે. આ રીતે શુદ્ધતાના આધાર પર સોનું અને ચાંદી સસ્તી થઈ છે.
આજે શું છે સોના-ચાંદીની કિંમત?
સત્તાવાર વેબસાઇટ ibjarates.com પ્રમાણે આજે સવારે 995 પ્યોરિટીવાળા દસ ગ્રામ સોનાનો ભાવ ઘટીને 60834 રૂપિયા પર પહોંચી ગયો છે. તો 916 શુદ્ધતાવાળા સોનું (22 કેરેટ) આજે 55948 રૂપિયા પર આવી ગયું છે. આ સિવાય 18 કેરેટ સોનાનો ભાવ 45809 પર આવી ગયો છે. તો 585 (14 કેરેટ) વાળા સોનાનો ભાવ 35731 રૂપિયા પર પહોંચી ગયો છે. આ સિવાય એક કિલો ચાંદીનો ભાવ 72015 રૂપિયા છે.
શુદ્ધતા સોમવારના રેટ મંગળવારનો ભાવ ભાવમાં ફેરફાર
સોનું (પ્રતિ 10 ગ્રામ) 999 61208 61079 129 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ) 995 60963 60834 129 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ) 916 56067 55948 119 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ) 750 45906 45809 97 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ) 585 35807 35731 76 રૂપિયા સસ્તું
ચાંદી (પ્રતિ 1 કિલો) 999 72455 72015 440 રૂપિયા સસ્તી
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી કિંમતોથી અલગ-અલગ પ્યોરિટીના સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ દરેક ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. આઈબીજેએ દ્વારા જારી ભાવ દેશભરમાં સર્વમાન્ય છે, પરંતુ તેની કિંમતમાં જીએસટી સામેલ હોતું નથી. નોંધનીય છે કે ઘરેણા ખરીદતા સમયે સોના કે ચાંદીના ભાવ ટેક્સ લાગવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે