સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો, જાણો નવી કિંમત

Gold-Silver Rates today: ચાંદી 190 રૂપિયાના વધારા સાથે 63222 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. પાછલા કારોબારમાં ચાંદી 63032 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. 
 

સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો, જાણો નવી કિંમત

નવી દિલ્હીઃ કિંમતી ધાતુ સોના અને ચાંદીની ભાવમાં ગુરૂવારે તેજી જોવા મળી છે. બંનેની કિંમતોમાં વધારો થયો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમતોમાં વધારા વચ્ચે દિલ્હી સોની બજારમાં 17 ફેબ્રુઆરીએ સોનું 513 રૂપિયા વધી 49738 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે. પીટીઆઈના અહેવાલ પ્રમાણે એચડીએફસી સિક્યોરિટીઝે આ જાણકારી આપી છે. તેના પાછલા કારોબારી સત્રમાં સોનાનો બંધ ભાવ 49225 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. 

ચાંદીની કિંમતમાં પણ વધારો
અહેવાલ પ્રમાણે ચાંદીનો ભાવ 190 રૂપિયાના વધારા સાથે 63222 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. પાછલા કારોબારી સત્રમાં ચાંદી 66032 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. એચડીએફસી સિક્યોરિટીના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે કહ્યુ કે, દિલ્હીમાં 24 કેરેટ હાજર સોનાની કિંમતમાં 513 રૂપિયાની તેજી આવી છે. આ રૂપિયાની મજબૂતી છતાં ન્યૂયોર્કના એક્સચેન્જ કોમેક્સમાં સોનાની કિંમતોમાં વધારા પ્રમામે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું 0.37 ટકાના વધારા સાથે 1876 ડોલર પ્રતિ ઔંસ પર હતું. તો ચાંદી સામાન્ય વધારા સાથે 23.58 ડોલર પ્રતિ ઔંસ પર હતી. 

સોનાની વાયદા કિંમતમાં વધારો
હાજર બજારની મજબૂત માંગથી ગુરૂવારે સોનાનો વાયદા ભાવ 174 રૂપિયાના વધારા સાથે 49792 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાના એપ્રિલની ડિલિવરીવાળો કરાર 174 રૂપિયા કે 0.35 ટકાના વધારા સાથે 49792 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. તેમાં 11298 લોટનો કારોબાર થયો હતો. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનું 0.34 ટકાના લાભની સાથે 1,877.80 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું. 

ચાંદીની વાયદા કિંમતમાં તેજી
મજબૂત હાજર માંગ વચ્ચે કારોબારીઓ તરફથી પોતાના સોદાના આકાર વધારવાને કારણે ગુરૂવારે ચાંદીનો વાયદા ભાવ 131 રૂપિયાના વધારા સાથે 63430 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ચાંદી માર્ચ કરાર 131 કરૂપિયા કે 0.21 ટકાના વધારા સાથે 63,430 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો. તેમાં 7510 લોટનો કારોબાર થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news