Gold Silver Price Today: આજે સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત

Gold Silver Price Today 24 May 2023: આજે એટલે કે ગુરૂવારના દિવસે વાયદા બજારમાં સોના અને ચાંદી, બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આવો જાણીએ દેશના મુખ્ય શહેરોમાં ગોલ્ડ-સિલ્વરના રેટ્સ.
 

Gold Silver Price Today: આજે સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત

નવી દિલ્હીઃ Gold Silver Price: જો તમે ગુરૂવારના દિવસે સોનું ચાંદી ખરીદવા (Gold Silver) વિશે વિચારી રહ્યાં છો તો આજે વાયદા બજાર એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange)પર બંને કિંમતી ધાતુ લાલ નિશાન પર કારોબાર કરી રહી છે. તો છેલ્લા બે દિવસની વાત કરીએ તો સોના-ચાંદીના ભાવમાં (Gold Silver Price) ઉથલપાથલ જોવા મળી રહી છે. બુધવાર એટલે કે 24 મેએ શરૂઆતી કારોબારમાં સોનું વધારા સાથે કારોબાર કરી રહ્યું હતું, પરંતુ 12.30 કલાક સુધી તેમાં 59 રૂપિયા જેટલો ઘટાડો થયો અને તે 60138 રૂપિયા પર કારોબાર કરી રહ્યું છે. કાલે સોનું 60197 રૂપિયા પર બંધ થયું હતું. 

ચાંદીના ભાવમાં પણ ઘટાડો
ચાંદીના ભાવમાં ઘટાડો થવાનો છે. દિવસમાં 12.30 મિનિટ પર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 497 રૂપિયા એટલે કે 0.69 ટકાની કમી જોવા મળી છે અને તે 71667 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહી હતી. તો મંગળવારે ચાંદી 72164 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આજે શરૂઆતી સમયમાં લાલ નિશાન પર કારોબાર કરી રહી છે. 

મુખ્ય શહેરોમાં ગોલ્ડનો ભાવ જાણો
નવી દિલ્હી- 22 કેરેટ સોનું 56400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મળી રહ્યું છે.
ચેન્નઈ- 22 કેરેટ સોનું 56650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મળી રહ્યું છે.
મુંબઈ- 22 કેરેટ સોનું 56250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મળી રહ્યું છે.
કોલકત્તા- 22 કેરેટ સોનું 56250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર મળી રહ્યું છે. 

મુખ્ય શહેરોમાં ચાંદીના ભાવ
નવી દિલ્હી- ચાંદી 74050 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વેચાઈ રહી છે.
ચેન્નઈ- ચાંદી 77500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મળી રહી છે.
મુંબઈ- ચાંદી 74050 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર મળી રહી છે.
કોલકત્તા- ચાંદી 74050 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મળી રહી છે. 

સોના-ચાંદી ખરીદતા સમયે રાખો આ વાતનું ધ્યાન
જો તમે આજે સોનું ખરીદવા જઈ રહ્યા છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સોનાની વધતી કિંમતને કારણે આજકાલ બજારમાં નકલી સોનાનું વેચાણ ઘણું વધી ગયું છે. આવી સ્થિતિમાં, છેતરપિંડીથી બચવા માટે કેટલીક સરળ ટિપ્સ અનુસરો. જ્યારે પણ તમે જ્વેલરીની ખરીદી કરવા જાઓ ત્યારે સૌથી પહેલા તેના હોલમાર્કને ચેક કરો. સરકારે 1 એપ્રિલ, 2023 થી છ અંકના હોલમાર્કને ફરજિયાત બનાવ્યું છે. આ સાથે, તમારે જ્વેલરીના મેકિંગ ચાર્જીસ પણ તપાસવા પડશે. આ સાથે, તમારા શહેરની નવીનતમ કિંમત વિશે માહિતી મેળવો. ચુકવણી કર્યા પછી બિલ એકત્રિત કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news