Gold Price: લાઇફ ટાઇમ હાઈ લેવલથી ઘટવા લાગ્યા સોના અને ચાંદીના ભાવ, જાણો નવી કિંમત
Gold Silver Rates: સોનું 61 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરી ચુક્યુ હતું અને હવે તેની નીચે કારોબાર કરી રહ્યું છે. તો ચાંદીની કિંમતમાં પણ ઘટાડો થયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Gold-Silver Price: સોના અને ચાંદીની કિંમત રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચ્યા બાદ ફરી એકવાર નીચે આવી ચુકી છે. ગોલ્ડની કિંમત મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જૂન વાયદા માટે 60898 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. તેમાં આશરે 1.55 ટકાનો ઘટાડો આવ્યો છે અને તેનું લાઇફ ટાઇમ હાઈ લેવલ 61845 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચાંદીની કિંમત એમસીએક્સ પર એક મહિનાના નિચલા સ્તર 73100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, જે 78282 રૂપિયા પ્રતિ કિલોના રેકોર્ડ હાઈ લેવલથી 7.10 ટકાથી સુધારની નજીક છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત આજે 2010 ડોલર પ્રતિ ઔંસની નજીક છે, જ્યારે ચાંદીની કિંમત લગભગ 24 ડોલર પ્રતિ ઔંસ છે.
ક્યા કારણે વધી સોનાની કિંમત
જિન્સ માર્કેટના એક્સપર્ટ પ્રમાણે નબળા મોંઘવારી દરના આંકડાએ યૂએસ ડોલરને મજબૂત કરવામાં મદદ કરી છે, જેના કારણે સોના અને ચાંદીના ભાવમાં દબાણ વધ્યો અને ગોલ્ડ 61500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને સિલ્વરની કિંમત 78000 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ચુકી હતી.
શું કરવું જોઈએ
એક્સપર્ટનું માનવું છે કે જો તમે સોના કે ચાંદીની ખરીદી કરી છે તો તમે આ સ્તર બનાવી રાખી શકો છો. એક્સપર્ટનું કહેવું છે કે ચીન અને અમેરિકામાં ઇકોનોમી ગ્રોથમાં ઘટાડાને કારણે સોના અને ચાંદીની કિંમતમાં દબાવ રહેશે. તેવામાં બુલિયન માર્કેટમાં મેટલ્સની ખરીદી કરી શકાય છે.
સોના અને ચાંદીની કિંમતમાં ઉતાર ચઢાવ
સોના અને ચાંદીની કિંમતમાં ઘણીવાર ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. ડોલરમાં કમી અને વધારા સાથે સોનામાં ફેરફાર થયો છે. સોનું અહીં 60500 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં 2000 પ્રતિ ઔંસના નિશાનાથી પણ ઉપર જવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે