ઓ બાપ રે! મારી નાખ્યા...સોનું એક જ મહિનામાં 8000 રૂપિયા ચડી ગયું? આખરે જડી ગયું બંપર તેજીનું કારણ
Trending Photos
સોનામાં સતત તેજી ચાલી રહી છે. સોમવારે તો સોનાનું નવા શિખર પર પહોંચી ગયું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર પહેલીવાર સોનાના ભાવ 71,000 રૂપિયા પાર પહોંચ્યો. શરૂઆતના કારોબારમાં તે લગભગ 400 રૂપિયાની તેજી સાથે 71057 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું. વિદેશી બજારમાં પણ સોનું રેકોર્ડ સ્તર પર જોવા મળી રહ્યું છે. સવાલ એ છે કે આખરે સોનામાં આ તેજી શેના કારણે જોવા મળી રહી છે.
આજનો સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે 1182 રૂપિયાની મસમોટો વધારો જોવા મળ્યો છે અને ભાવ 71064 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 1083 રૂપિયા વધીને 65095 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી હાલ પ્રતિ કિલો 2287 રૂપિયા વધીને 41572 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહી છે.
For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc
Follow us on Facebook : https://t.co/9tJn5720rk… pic.twitter.com/AI4tI0inzs
— IBJA (@IBJA1919) April 8, 2024
એક મહિનામાં 8000 રૂપિયા જેટલું વધ્યું
1 માર્ચ 2024ના રોજ IBJAના રેટ્સ જોઈએ તો તે સમયે 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 62592 રૂપિયાના ભાવે જોવા મળ્યું હતું. જ્યારે આજે 10 ગ્રામ સોનાના ભાવ 71064 રૂપિયા જોવા મળી રહ્યા છે. આમ છેલ્લા 39 દિવસમાં સોનામાં 8472 રૂપિયાનો બંપર વધારો જોવા મળ્યો છે. શુદ્ધ ચાંદીનો ભાવ પણ તે સમયે પ્રતિ કિલો 69977 રૂપિયા હતો જે હાલ 81383 રૂપિયા થઈ ગયો છે. એટલે કે ચાંદીમાં પણ આ સમયગાળા દરમિયાન 11406 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc
Follow us on Facebook : https://t.co/9tJn5720rk… pic.twitter.com/7RU0fN9968
— IBJA (@IBJA1919) March 1, 2024
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
આ છે ભાવ વધારાનું કારણ?
સવાલ એ છે કે આખરે સોનાના ભાવમાં આટલો વધારો થવા પાછળ કારણ શું છે? તેનું એક કારણ છે અનેક દેશોની સેન્ટ્રલ બેંક પોતાના રિઝર્વમાં સોનાનો ભંડાર વધારી રહી છે. જેમાં આરબીઆઈ અને ચીનની સેન્ટ્રલ બેંક પણ સામેલ છે. ચીનની સેન્ટ્રલ બેંકે ફેબ્રુઆરીમાં 12 ટન સોનું ખરીદ્યું અને માર્ચમાં પણ આ સિલસિલો ચાલુ રહ્યો. ચીનના પીપલ્સ બેંક ઓફ ચાઈના સતત 17 મહિનાથી સોનાની ખરીદી કરી રહ્યું છે. જાણકારોનું કહેવું છે કે સોનાના ભાવમાં રેકોર્ડ તેજીનો આ પણ એક મોટું કારણ છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ ચીનની સેન્ટ્રલ બેંક પાસે ગોલ્ડ રિઝર્વ માર્ચમાં વધીને 72.74 મિલિયન ટ્રોસ ઔંસ પહોંચી ગયું છે. ચીનનો વિદેશી મુદ્રા ભંડાર નવેમ્બર 2015 બાદ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. માર્ચના અંતમાં તે 3.2457 ટ્રિલિયન ડોલર પહોંચી ગયો. ફેબ્રુઆરીની સરખામણીમાં તેમાં 0.6 ટકા અને એક વર્ષ પહેલાની સરખામણીમાં 1.9 ટકા તેજી આવી છે. દુનિયાભરના સેન્ટ્રલ બેંક 2022થી પોતાના ભંડારમાં સોનું વધારવામાં પડ્યા છે. 2022માં આ બેંકોએ પહેલીવાર 1000 ટનથી વધુ સોનું ખરીદ્યું હતું અને પછી 2023માં પણ લગભગ એટલી જ ખરીદી કરી હતી. હાલ કેન્દ્રીય બેંકોના રિઝર્વમાં 20 ટકાથી વધુ સોનું છે.
આખરે કેમ સોનું ખરીદે છે બેંકો?
જાણકારોનું કહેવું છે કે ડોલરના તૂટતા પરચેઝિંગ પાવરથી બચવા માટે સોનું સૌથી સારું છે. છેલ્લા 110 વર્ષથી એવું થતું આવ્યું છે અને આગળ પણ થતું રહેશે. જ્યારે કરન્સી અને ઈકોનોમીને જોખમ હોય છે તો પણ સેન્ટ્રલ બેંક મોટા પાયે સોનું ખરીદે છે. અમેરિકા, ચીન, અને યુરોપના અનેક દેશોમાં મંદીની આશંકા છે. ખાસ કરીને ચીન આર્થિક મોરચે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. આમ તો ગોલ્ડ રિઝર્વના મામલે અમેરિકા પહેલા નંબરે છે. તેના ખજાનામાં લગભગ 8133 ટન સોનું છે. ત્યારબાદ જર્મની, ફ્રાન્સ, ઈટાલી, રશિયા, ચીન, સ્વિટ્ઝર્લેન્ડ, અને ભારતનો નંબર છે. આરબીઆઈએ આ વર્ષે લગભગ 13 ટન સોનું ખરીદ્યું છે અને તેની પાસે 817 ટન ગોલ્ડ રિઝર્વ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે