Gold Rate Today: લગ્નગાળા ટાણે જ રોવડાવવા લાગ્યું સોનું, ભાવમાં જબરદસ્ત ઉછાળો, 62 હજારને પાર ગયું, જાણો કારણ

Gold Price on Record High: બુલિયન માર્કેટમાં બુધવારે એટલે કે આજે રેકોર્ડ તેજી જોવા મળી રહી છે. MCX પર સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. ઘરેલુ બજારની સાથે સાથે ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાના ભાવ વધી ગયા છે. ગ્લોબલ માર્કેટમાં સોનાનો ભાવ 7 મહિનાની ઊંચાઈ પર પહોંચી ગયો.

Gold Rate Today: લગ્નગાળા ટાણે જ રોવડાવવા લાગ્યું સોનું, ભાવમાં જબરદસ્ત ઉછાળો, 62 હજારને પાર ગયું, જાણો કારણ

Gold Price on Record High: બુલિયન માર્કેટમાં બુધવારે એટલે કે આજે રેકોર્ડ તેજી જોવા મળી રહી છે. MCX પર સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. ઘરેલુ બજારની સાથે સાથે ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાના ભાવ વધી ગયા છે. ગ્લોબલ માર્કેટમાં સોનાનો ભાવ 7 મહિનાની ઊંચાઈ પર પહોંચી ગયો. સોના અને ચાંદીમાં જોરદાર તેજીનું આખરે શું કારણ છે. 

સોનાએ રચ્યો ઈતિહાસ
ઘરેલુ વાયદા બજારમાં સોનાનો ભાવ અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર પર પહોંચી ગયો. ઈન્ટ્રાડે માં MCX પર સોનાનો ભાવ 62,602 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો. અત્રે જણાવવાનું કે અઠવાડિયામાં સોનાનો ભાવ લગભગ 1500 રૂપિયા સુધી વધ્યો છે. ઘરેલુ બજારની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ શાનદાર તેજી જોવા મળી રહી છે. ગ્લોબલ માર્કેટમાં ભાવ $2,040 ની પાર  પહોંચી ગયા છે. જે 7 મહિનામાં સૌથી મોંઘા છે. અઠવાડિયામાં સોનાના રેટ વિદેશી બજારમાં લગભગ 50 ડોલર જેટલો વધ્યો છે. 

ચાંદીમાં પણ તેજી
ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવમાં પણ ભારે તેજી જોવા મળી રહી છે. MCX પર ચાંદીનો ભાવ 75,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામને પાર પહોંચી ગઈ છે. ઘરેલુ માર્કેટમાં અઠવાડિયામાં લગભગ 3000 રૂપિયાની તેજી રહી. અઠવાડિયામાં ગ્લોબલ માર્કેટમાં લગભગ 6 ટકા ભાવ વધ્યો છે. 

શું રહ્યો સોના ચાંદીનો ભાવ
1. ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો વધ્યો, 102.50 ની નજીક
2. ડોલર ઈન્ડેક્સ લગભગ 4 મહિનાના નીચલા સ્તર પર
3. યુએસની 10 વર્ષની બોન્ડ યીલ્ડ અઢી મહિનાના નીચલા સ્તર પર 
4. બોન્ડ યીલ્ડ 4.3 ટકા પર પહોંચી
5. બજારને યુએસમાં દર વધુ વધવાની આશા નથી. 

બુલિયન માર્કેટમાં સોનાના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 862 રૂપિયા ઉછળીને હાલ 62775 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 79 રૂપિયા ચડીને હાલ 57502 રૂપિયાની સપાટીએ છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી હાલ પ્રતિ કિલો 861 રૂપિયા વધીને 75750 રૂપિયાની સપાટીએ જોવા મળી રહી છે. 

No description available.

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news