બાપ રે! આ શું ચાલી રહ્યું છે સોનામાં? વળી પાછું ઉછળ્યું, લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરો લેટેસ્ટ રેટ
Gold Rate Today 29 February 2024: જો તમે પણ સોના ચાંદીના દાગીના કે લગડી લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ ભાવ જાણવો ખુબ જરૂરી છે. કાલે જ્યારે બજાર બંધ થયું ત્યારે સોનાના ભાવ 116 રૂપિયાના ઘટાડા સાથે બંધ થયા હતા પરંતુ આજે પાછો ઉછાળો જોવા મળ્યો છે.
Trending Photos
સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જો તમે પણ સોના ચાંદીના દાગીના કે લગડી લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ ભાવ જાણવો ખુબ જરૂરી છે. કાલે જ્યારે બજાર બંધ થયું ત્યારે સોનાના ભાવ 116 રૂપિયાના ઘટાડા સાથે બંધ થયા હતા પરંતુ આજે પાછો ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે જાણો હાલ શું ભાવ જોવા મળી રહ્યો છે.
સોના ચાંદીના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સવારે બજાર ખુલ્યું ત્યારે 147 રૂપિયા ઉછળીને 62282 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 134 રૂપિયાની તેજી સાથે 57050 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. અત્રે જણાવવાનું કે એસોસિએશન દ્વારા સાંજે ફરીથી ભાવ જાહેર કરવામાં આવે છે.
ચાંદીની વાત કરીએ તો ચાંદી ગઈ કાલે પ્રતિ કિલો 93 રૂપિયાના મામૂલી ઘટાડા સાથે 69343 રૂપિયા પ્રતિ કિલોએ જોવા મળી હતી. જ્યારે આજે 186 રૂપિયા પ્રતિ કિલોના મામૂલી વધારા સાથે 69529 રૂપિયાના સ્તરે જોવા મળી રહી છે. સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે