Gold Rate Today: અઠવાડિયાના પહેલા જ દિવસે સોનામાં જબરદસ્ત ઉછાળો, ચાંદી પણ મોંઘી થઈ, જાણો લેટેસ્ટ રેટ

Latest Gold Rate: છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સતત ચડ ઉતર થતા રહેવાથી સોનું ખરીદનારાઓ પણ વિચારમાં પડી ગયા છે.

Gold Rate Today: અઠવાડિયાના પહેલા જ દિવસે સોનામાં જબરદસ્ત ઉછાળો, ચાંદી પણ મોંઘી થઈ, જાણો લેટેસ્ટ રેટ

છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સતત ચડ ઉતર થતા રહેવાથી સોનું ખરીદનારાઓ પણ વિચારમાં પડી ગયા છે. આજે નવા અઠવાડિયાના પહેલા દિવસે સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો. જ્યારે ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. 

સોના ચાંદીના લેટેસ્ટ ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 304 રૂપિયાના ઉછાળા સાથે હાલ 59320 રૂપિયાની સપાટી પર જોવા મળી રહ્યો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 278 રૂપિયાની તેજી સાથે 54337 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી  પ્રતિ કિલો 262 રૂપિયાના વધારા સાથે 72115 રૂપિયાની સપાટીએ જોવા મળી રહી છે. 

No description available.

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news