સતત બીજા દિવસે સોના અને ચાંદીમાં થયો મોટો ઘટાડો, આ રહ્યો આજનો ભાવ
નબળા વૈશ્વિક વલણ અને સ્થાનિક માંગમાં પણ ઘટાડો થવાનાં કારણે વેપારીઓની માંગ ઘટવાથી દિલ્હી સર્રાફા બજારમાં સોનુ શનિવારે 200 રૂપિયા તુટીને 31750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી
Trending Photos
નવી દિલ્હી : નબળા પડતા વૈશ્વિક વલણ વચ્ચે સ્થાનિક આભુષણ વેપારીઓની માંગમા ઘટાડો થતા દિલ્હીનાં શરાફ બજારમાં સોના ચાંદીનાં ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. જે તુટીને 31, 750 થઇ ગયો હતો. ઔદ્યોગિક એકમોની નબળી માંગથી ચાંદી પણ 500 રૂપિયા ઘટીને 37,300 રૂપિયા પ્રતિકિલોગ્રામ પર આવી ગઇ હતી. બજાર વિશ્લેષકોએ કહ્યું કે, હાજર બજારમાં સ્થાનીક આભુષણ વેપારીઓ અને છુટક વિક્રેતાઓની સુસ્ત માંગના કારણે સોનાનાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
શુક્રવારે 90 રૂપિયાનો ઘટાડો આવ્યો હતો.
દિલ્હીમાં 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતાનું સોનું ક્રમશ 200-200 રૂપિયા ઘટીને 31,750 રૂપિયા અને 31,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું. શુક્રવારે સોનું 90 રૂપિયા ઘટ્યું હતું. 8 ગ્રામની ગિન્ની પણ 100 રૂપિયા ઘટીને 24,700 રૂપિયા પ્રતિ એકમ પર આવી ગઇ. ચાંદી હાજર 500 રૂપિયા ઘટીને 37,300 રૂપિયા અને સાપ્તાહિક ડિલીવરી 486 રૂપિયા ઘટીને 36,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી.
ગુરૂવારે સોનામાં સામાન્ય તેજી
જો કે ચાંદી સિક્કાને લેવાલી અને વેચવાલી ક્રમશ 73 હજાર રૂપિયા અને 74 હજાર રૂપિયા પ્રતિ સૈંકડા પર પૂર્વસ્તર પર જ રહી હતી. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાંસોનુ શુક્રવારે ઘટીને 1222.74 ડોલર પ્રતિ ઔંસ પર રહી હતી જ્યારે ચાંદીમાં 200 રૂપિયા ઘટી હોવાનું જોવાયું હતું. અગાઉ ગુરૂવારે સોના અને ચાંદી બંન્નેમાં હળવી તેજી જોવા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે