1947માં આજના દૂધના ભાવ પર મળતું હતું Gold! ખૂબ જ રસપ્રદ છે સોનાની સફર
દેશની આઝાદી મળ્યા 74 વર્ષ થયા છે. આ 7 દાયકામાં દેશમાં ઘણા ફેરફાર થયા છે. લોકોની લાઇફ સ્ટાઇલમાં પણ ઘણા સુધારા થયા છે. વેપાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતની આજે ટોપના દેશોમાં ગણતરી થઇ રહી છે
Trending Photos
નવી દિલ્હી: દેશની આઝાદી મળ્યા 74 વર્ષ થયા છે. આ 7 દાયકામાં દેશમાં ઘણા ફેરફાર થયા છે. લોકોની લાઇફ સ્ટાઇલમાં પણ ઘણા સુધારા થયા છે. વેપાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતની આજે ટોપના દેશોમાં ગણતરી થઇ રહી છે. પરંતુ આ 74 વર્ષમાં જો કોઇ ફેરફાર થયો નથી તો તે છે લોકોનો સોના Gold) પ્રત્યેનો તેમનો પ્રેમ. ભારતના લોકોનું હમેશાંથી ગોલ્ડ સાથે ઇમોશનલ કનેક્શન રહ્યું છે. પહેલા લોકો સોનું પાતાના ખરાબ સમય માટે બચાવી રખતા હતા અથવા તો ઘરમાં લગ્ન પ્રસંગ માટે ભેગુ કરતા હતા. મજાની વાત તો એ છે કે, આજે પણ આ વિચારધારા બદલાઇ નથી. જો કંઇ બદલાયું છે તો તે છે સોનાનો ભાવ. આઝાદીથી લઇને અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 600 ગણાથી વધારે ભાવ વધારો થયો છે.
ડોઢ લીટર દૂધના ભાવે મળતું હતું સોનું!
15 ઓગસ્ટ 1947 દરમિયાન સોનાનો ભાવ એટલો હતો, જેટલાનું આજના સમયમાં ડોઢ લીટર દૂધ મળે છે. સોનું આજના સમયમાં 52 હજાર રૂપિયા પર છે. જ્યારે 1947માં માત્ર 88.62 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ભાવ હતો. જો કે, તે સમયના હિસાબથી લોકો માટે આ ભાવ ઘણો વધારે હતો. કેમ કે, 1947માં પ્રતિ વ્યક્તિની આવક 249.60 રૂપિયા વર્ષની હતી. જે આજના સમયમાં કંઇ જ નથી. જ્યારે 2015માં પ્રતિ વ્યક્તિની આવક વધીને 88,533 રૂપિયા થઇ છે. એટલે કે પ્રતિ વ્યક્તિની આવકમાં સાડા ત્રણસો ગણો વધારો થયો છે.
કેમ વધે છે સોનાનો ભાવ?
સોનાની કિંમત ઘણા ફેક્ટર્સ પર નિર્ભર કરે છે. આજકાલ સોનાની કિંમતો પર ડિમાન્ડ-સપ્લાઇ, ડોલરનો ભાવ, આંતરરાષ્ટ્રીય બજારોની વધઘટ, વૈશ્વિક રાજકીય વાતાવરણની અસર પડે છે. દુનિયામાં કંઇપણ ઉથલપાથલ થયા છે તો સમાન્ય રીતે સૌથી પહેલી સોનાના ભાવ વધે છે. કેમ કે, રોકાણકારોની વચ્ચે આજે પણ સોનું સોથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. એટલા માટે જ્યારે દુનિયાભરના બજારો તુટે છે તો સોનું ચમકે છે. 15 ઓગસ્ટ 1947ના એક ડોલરનો ભાવ એક રૂપિયા બરોબર હતો. પરંતુ આજે એક ડોલરની કિંમત 75 રૂપિયા બરાબાર છે. એટલે કે ત્યારથી લઇને અત્યાર સુધીમાં ડોલર 75 રૂપિયા મજબૂત થયો છે અને રૂપિયો નબળો થયો છે. સોનાનો ભંડાર દેશમાં સીમિત છે. એટલા માટે ડિમાન્ડની પૂર્તિને લઇ જો સોનું વિદેશથી મંગાવવામાં આવે છે તો તેની ચુકવણી ડોલરમાં થયા છે. જેના કારણે તે વધુ મોંઘુ થાય છે.
(ઇનપુટ: ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે