Gold Price: સોનું ખરીદવું થયું વધુ સસ્તું, ત્રણ દિવસમાં થયો આટલો મોટો ઘટાડો
સોનાની માફક ચાંદી (Silver Price) ની કિંમત આજે 2007 રૂપિયા ઘટીને 67,419 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઇ છે. આ પહેલાં ગુરૂવારે ચાંદી 69,426 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઇ હતી.
Trending Photos
નવી દિલ્હી: વૈશ્વિક બજારોમાં વેચાવલી અને રૂપિયાના વિનિમય દર નબળો થતાં શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી(Delhi) માં સોનું (Gold Price) 342 રૂપિયા ઘટીને 45,599 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી (Silver) 2007 રૂપિયા તૂટીને 67,419 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર સરકી ગઇ છે. આ પહેલાં ગુરૂવારે સોનું 45,941 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું.
સોનાની માફક ચાંદી (Silver Price) ની કિંમત આજે 2007 રૂપિયા ઘટીને 67,419 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઇ છે. આ પહેલાં ગુરૂવારે ચાંદી 69,426 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઇ હતી.
24 ફેબ્રુઆરીના રોજ સોનું 148 રૂપિયા ઘટીને 46,307 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી ગઇ હતી. ત્યારબાદ 25 ફેબ્રુઆરીના રોજ તેનો ભાવ 358 રૂપિયા ઘટીને 45,959 દસ ગ્રામ થઇ ગયો હતો. શુક્રવારે 26 ફેબ્રુઆરીના રોજ સોના (Gold ) નો ભાવ 342 રૂપિયા તૂટીને 45,599 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી ગયો. આ દિવસમાં સોનું કુલ 848 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધીનો ઘટાડો થયો છે.
એચડીએફસી સિક્યોરિટીના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) તપન પટેલએ કહ્યું કે વૈશ્વિક બજારોમાં વેચાવળી અને રૂપિતાની વિનિમય દરમાં નબળાઇ આવતાં દિલ્હીમાં 24 કેરેટ સોનાના હાજર ભાવમાં શુક્રવારે 342 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ન્યૂયોર્ક સોનું ઘટાડા સાથે 1760 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 26.78 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી.
અઠવાડિયામાં ચાંદી 2400 રૂપિયા સસ્તી
આ અઠવાડિયાની વાત કરીએ તો ચાંદીનો આ ન્યૂનતમ સ્તર છે. ચાંદીએ આ અઠવાડિયે 69000 ના ઉપર જ કારોબાર કર્યો છે, જોકે કાલે પણ ચાંદી 70,000 રૂપિયા પ્રતિ કિલોની ઉપર હતી. આ પહેલાં મંગળવારે પણ ચાંદીના MCX માર્ચ વાયદા 1100 રૂપિયા પ્રતિ કિલોથી વધુ તૂટી હતી. આ આખા અઠવાડિયાને જોવા જઇએ તો ચાંદી લગભગ 2400 રૂપિયા સસ્તી થઇ છે.
ચાંદી પોતાના ઉચ્ચત્તમ સ્તરથી 11,900 રૂપિયા સસ્તી
1 ફેબ્રુઆરીના રોજ બજેટના દિવસે MCX પર ચાંદીના માર્ચ વાયદા 74400 રૂપિયા પર જતી રહી હતી. પરંતુ ત્યારબાદ સતત ઘટાડો થયો અને 4 ફેબ્રુઆરીને ગુરૂવારના રોજ ભાવ 66800 રૂપિયા પ્રતિ કિલો સુધી ઘટી ગયો હતો. ચંદીનો ભાવ અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર 79,980 રૂપિયા પ્રતિ કિલો છે. આ મુજબથી ચાંદી પણ પોતાના ઉચ્ચત્તમ સ્તરથી લગભગ 11,900 રૂપિયા સસ્તી છે.
'માર્ચમાં 50,000 રૂપિયા સુધી જશે સોનું'
જોકે બુલિયન એક્સપર્ટનું કહેવું છે કે માર્ચમાં સોનાના ભાવમાં તેજી આવશે, ઓલ ઇન્ડીયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ચેરમેન નિતિન ખંડેલવાલનું કહેવું છે કે સોનાના ભાવમાં હવે તેજી આવશે, માર્ચમાં સોનું 50,000 રૂપિયા સુધી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે