Gold Price Today: સોનાના ભાવમાં સતત ચોથા દિવસે ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજનો ભાવ

નબળા વૈશ્વિક વલણને કારણે દિલ્હી જ્વેલરી બજારમાં ગુરૂવારે પણ સોનું 485 રૂપિયા તૂટી 50,418 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. 
 

 Gold Price Today: સોનાના ભાવમાં સતત ચોથા દિવસે ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજનો ભાવ

નવી દિલ્હીઃ નબળા વૈશ્વિક વલણને કારણે દિલ્હી જ્વેલરી બજારમાં ગુરૂવારે પણ સોનું 485 રૂપિયા તૂટી 50,418 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. એચડીએફસી સિક્યોરિટી પ્રમાણે પાછલા કારોબારમાં સોનું  50,903 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદી 2081 રૂપિયા ઘટીને  58,099 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ હતી. પાછલા કારોબારમાં ચાંદીનો ભાવ 60180 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. વૈશ્વિક બજારમાં સોનું ઘટાડા સાથે 1854 ડોલર પ્રતિ ઔંસ રહ્યું જ્યારે ચાંદી 22.12 ડોલર પ્રતિ ઔંસના ભાવ પર સપાટ રહી હતી. 

વાયદા કિંમતોમાં પણ મોટો ઘટાડો
હાજર માંગ નબળી પડવાને કારણે કારોબારીઓએ પોતાના જમા સોદાને ઓછા કર્યાં જેથી વાયદા બજારમાં સોનું ગુરૂવારે 0.16 ટકાના ઘટાડા સાથે 49,428 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ઓક્ટોબર મહિનામાં ડિલિવરી વાળા સોનાની કરાર કિંમત 80 રૂપિયા એટલે કે 0.16 ટકાના ઘટાડા સાથે 49,428 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગઈ હતી. તેમાં  6,936 લોટ માટે કારોબાર થયો હતો. સોનાના ડિસેમ્બર મહિનાના કરાર ની કિંમત 68 રૂપિયા એટલે કે 0.14 ટકાના ઘટાડા સાથે  49,482 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી હતી. તેમાં 11780 લોટનો કારોબાર થયો હતો. તો ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 0.57 ટકા ઘટીને 1,857.80 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો. 

વાયદામાં ચાંદીની ચમક ઘટી
નબળી માંગ વચ્ચે વેપારીઓએ પોત-પોતાના સોદાના આકાડને ઘટાડ્યું જેથી વાયદા બજારમાં ચાંદીની કિંમત ગુરૂવારે 1536 રૂપિયા તૂટીને 56952 રૂપિયા કિલો રહી ગઈ હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ડિસેમ્બર મહિનાની ડિલિવરી માટે ચાંદી 1536 રૂપિયા એટલે કે 2.63 ટકા તૂટીને 56952 રૂપિયા રહી ગઈ હતી. તેમાં 15822 લોટનો કારોબાર થયો હતો. તો ન્યૂયોર્કમાં ચાંદીની કિંમત 3.74 ટકાના ઘટાડા સાથે 22.24 ડોલર પ્રતિ ઔંસ રહી ગઈ હતી. 

શેર બજારમાં હાહાકાર, સેન્સેક્ટમાં 1100, નિફ્ટીમાં 350 પોઈન્ટનો ઘટાડો

આ વખતે ફેસ્ટિવ સીઝનમાં પણ ઓછી રહેશે માંગ
ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન સામાન્ય રીતે સોનાની માગં વધી જાય છે. તેનું કારણ છે ફેસ્ટિવલ સીઝન આવવી. દીવાળી નજીક આવતા સોનું હંમેશા ચમકે છે. પરંતુ કોરોનાને કારણે આ વર્ષે લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યાં છે, જેની સીધી અસર સોનાની માંગ પર પડવાની છે. સોની બજારના વેપારીઓના મતે આ વર્ષે તહેવારોની સીઝનમાં સોનાની માંગ ઓછી રહેવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news