Gold Price Today: આટલા રૂપિયા સસ્તુ સોનું ફરી નહીં મળે, ભાવ વધે તે પહેલા ખરીદી લો; જાણો આજના ભાવ

ગત વર્ષે કોરોના સંકટને કારણે લોકોએ સોનામાં મોટું રોકાણ કર્યું હતું, ઓગસ્ટ 2020 માં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,191 રૂપિયાની ઉંચી સપાટીએ પહોંચી હતી. હવે MCX પર સોનું ઓક્ટોબર વાયદો 47,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે

Gold Price Today: આટલા રૂપિયા સસ્તુ સોનું ફરી નહીં મળે, ભાવ વધે તે પહેલા ખરીદી લો; જાણો આજના ભાવ

નવી દિલ્હી: Gold, Silver Rate Update, 27 August 2021: MCX પર સોનાનો ઓક્ટોબર વાયદો ગુરૂવારના ઘણો અસ્થિરતા બાદ લગભગ ફ્લેટ બંધ થયો હતો. જો કે, સોનાનો વાયદો શરૂઆતથી જ સુસ્ત જોવા મળ્યો હતો, પરંતુ ઇન્ટ્રા ડેમાં તે 47,380 રૂપિયા પહોંચ્યો અને 47,000 થી નીચે 46,934 રૂપિયા સુધી સરક્યો હતો. અંતે તે ફ્લેટ થઈ 47,237 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આ આખા સપ્તાહની વાત કરીએ તો સોનાનો વાયદો માત્ર 150 રૂપિયાની મજબૂતી પર છે. સોનાના વાયદો આજે 250 રૂપિયાની મજબૂતી સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે.

આ અઠવાડિયે સોનાની ચાલ (23-27 ઓગસ્ટ)

દિવસ

સોનું (MCX ઓક્ટોબર વાયદો)

સોમવાર

47,584/ 10 ગ્રામ

મંગળવાર

47,612/ 10 ગ્રામ

બુધવાર

47,179/ 10 ગ્રામ

ગુરૂવાર

47,237/ 10 ગ્રામ

શુક્રવાર

47,400/ 10 ગ્રામ (ટ્રેડિંગ ચાલુ)

ગત અઠવાડિયે સોનાની ચાલ (16-20 ઓગસ્ટ)

દિવસ

સોનું (MCX ઓક્ટોબર વાયદો)

સોમવાર

47,225/ 10 ગ્રામ

મંગળવાર

47,280/ 10 ગ્રામ

બુધવાર

47,132/ 10 ગ્રામ

ગુરૂવાર

47,169/ 10 ગ્રામ

શુક્રવાર

47,158/ 10 ગ્રામ

બે અઠવાડિયા પહેલા સોનાની ચાલ (09-13 ઓગસ્ટ)

દિવસ

સોનું (MCX ઓક્ટોબર વાયદો)

સોમવાર

45,886/ 10 ગ્રામ

મંગળવાર

45,962/ 10 ગ્રામ

બુધવાર

46,388/ 10 ગ્રામ

ગુરૂવાર

46,363/ 10 ગ્રામ

શુક્રવાર

46,940/ 10 ગ્રામ

સોનું સર્વોચ્ચ સ્તરથી લગભગ 8800 રૂપિયા સસ્તું
ગત વર્ષે કોરોના સંકટને કારણે લોકોએ સોનામાં મોટું રોકાણ કર્યું હતું, ઓગસ્ટ 2020 માં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,191 રૂપિયાની ઉંચી સપાટીએ પહોંચી હતી. હવે MCX પર સોનું ઓક્ટોબર વાયદો 47,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે, એટલે કે તે હજુ પણ લગભગ 9100 રૂપિયા સસ્તું થઈ રહ્યું છે.

MCX પર ચાંદીની ચાલ
હવે ચાંદીની વાત કરીએ તો ચાંદીનો સપ્ટેમ્બર વાયદો ગુરુવારે 550 રૂપિયા પ્રતિ કિલો નબળો થઈને બંધ થયો. ચાંદીનો વાયદો ફરી એકવાર 63,000 રૂપિયાથી નીચે ગયો છે. ઇન્ટ્રાડેમાં ચાંદી વાયદો રૂપિયા 62,397 ની નીચે સરકી ગયો હતો અને 62,723 પર બંધ થયો હતો. જોકે, આજે ચાંદીના વાયદાએ મજબૂતી સાથે શરૂઆત કરી છે. ચાંદી વાયદો હાલમાં રૂપિયા 300 ની મજબૂતી સાથે રૂપિયા 63,000 ની ઉપર કારોબાર કરી રહ્યો છે.

આ અઠવાડિયે ચાંદીની ચાલ

દિવસ

ચાંદી (MCX સપ્ટેમ્બર વાયદો)

સોમવાર

62,927/ કિલો

મંગળવાર

62,474/ કિલો

બુધવાર

63,272/ કિલો

ગુરૂવાર

62,723/ કિલો

શુક્રવાર

63,000/ કિલો (ટ્રેડિંગ ચાલુ)

ગત અઠવાડિયે ચાંદીની ચાલ

દિવસ

ચાંદી (MCX સપ્ટેમ્બર વાયદો)

સોમવાર

63,457/ કિલો

મંગળવાર

63,226/ કિલો

બુધવાર

62,483/ કિલો

ગુરૂવાર

62,133/ કિલો

શુક્રવાર

61,721/ કિલો

બે અઠવાડિયા પહેલા ચાંદીની ચાલ

દિવસ

ચાંદી (MCX સપ્ટેમ્બર વાયદો)

સોમવાર

62,637/ કિલો

મંગળવાર

62,636/ કિલો

બુધવાર

62,771/ કિલો

ગુરૂવાર

61,860/ કિલો

શુક્રવાર

63,238/ કિલો

ચાંદી તેની ઉચ્ચ સપાટીથી રૂપિયા 17,000 સસ્તી
ચાંદીનું અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર 79,980 રૂપિયા પ્રતિ કિલો છે. તદનુસાર, ચાંદી પણ તેના ઉચ્ચતમ સ્તરથી લગભગ 17,000 રૂપિયા સસ્તી છે. આજે ચાંદીનો જુલાઈ વાયદો રૂપિયા 63,000 પ્રતિ કિલો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news