Gold Price Today: આજે ફરી સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, ફક્ત આટલામાં ખરીદો ગોલ્ડ
સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે ખુશખબરી છે. સોના અને ચાંદીના ભાવમાં આજે ફરી ઘટાડો થયો છે. મલ્ટીકમોડિટી એક્સચેંજ પર આજે સોનાના ભાવમાં 144 રૂપિયા ઘટ્યો છે. ગત પાંચ દિવસમાં સોનાના ભાવમાં લગભગ ચાર રૂપિયાનો ઘટાડો થયો છે.
Trending Photos
નવી દિલ્હી: સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે ખુશખબરી છે. સોના અને ચાંદીના ભાવમાં આજે ફરી ઘટાડો થયો છે. મલ્ટીકમોડિટી એક્સચેંજ પર આજે સોનાના ભાવમાં 144 રૂપિયા ઘટ્યો છે. ગત પાંચ દિવસમાં સોનાના ભાવમાં લગભગ 3500 રૂપિયાનો ઘટાડો થયો છે.
સોનામાં ફરી કડાકો
આજે સવારે MCX પર 10 ગ્રામ સોનાના વાયદા ભાવ 202 રૂપિયા ઘટીને 51,362 પર પહોંચી ગયો. તો બીજી તરફ એમસીએક્સ પર ચાંદીનો ભાવ પણ 562 રૂપિયા ઘટી ગયો અને સવારે ચાંદી 67,763 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર ટ્રેડ કરી રહ્યો હતો. તમને જણાવી દઇએ કે એક મહિનામાં પહેલીવાર ચાંદી 68 હજારથી નીચે છે.
ગ્લોબલ માર્કેટમાં ઘટાડાનો માહોલ
ગ્લોબલ માર્કેટમાં બુધવારે સવારે સોના અને ચાંદીની હાજર કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો. ગ્લોબલ માર્કેટમાં ગોલ્ડ 1,923.60 ડોલર પ્રતિ ઔંસના ભાવે વેચાઇ રહ્યું હતું, જ્યારે ચાંદી 25.11 ડોલર પ્રતિ ઔંસના રેટમાં હતી. એક્સપર્ટનું કહેવું હતું કે ક્રૂડના ભાવ નીચે આવતાં હવે રોકાણકારોમાં ઉત્સાહ પાછો ફર્યો છે.
11 મહિનામાં વધી સોનાની આયાત
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં સોનાની આયાત ચાલુ નાણાકીય વર્ષ પહેલા6 11 મહિના એટલે કે એપ્રિલ-ફેબ્રુઆરીમાં 73 ટકા વધીને 45.1 અરબ ડોલર પર પહોંચી ગયો છે. વધતી જતી માંગના લીધે સોનાની આયાત વધી છે. તેના પાછળ વર્ષની સમાન અવધિમાં સોનાની આયાત 26.11 અરબ ડોલર રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે