ભાવ ઘટતા સોનું હાલ ખરીદવું કે નહિ? એક્સપર્ટસે જવાબમાં કહ્યું કે....
સોનાના ભાવમાં તેજીથી ઘટાડો આવ્યા બાદ હવે ઈન્વેસ્ટર્સ પણ આ બાબત પર ધ્યાન આપી રહ્યાં છે. કેમ કે, સોનું હંમેશા સારું રિટર્ન આપે છે. હાલના 22 કેરેટ પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ 51,150 રૂપિયા થયો છે
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના સંકટના સમયમાં જ્યાં એક તરફ અર્થવ્યવસ્થા ભાંગી પડી છે અને વેપાર અને ફેક્ટરીઓ બંધ થઈ રહી છે, તો બીજી તરફ સોનાની ચમક સતત તેજીથી વધી રહી હતી. કોરોના વાયરસ લોકડાઉન પહેલા અને આજના સોનાના ભાવમાં લગભગ બે ગણું અંતર આવી ગયું છે. થોડા દિવસો પહેલા સોનુ (Gold price) 56 હજાર પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી ગયું હતું. માનવામાં આવી રહ્યું હતું કે, સોનુ ઓગસ્ટના અંત સુધી 60 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવને પાર કરી લેશે. પરંતુ એક સપ્તાહની અંદર સોનાના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. માર્કેટના એક્સપર્ટસનું માનવુ છે કે, હાલ સોનાના ભાવમાં વધુ ઘટાડો આવશે.
monsoon updates : ગણદેવીમાં કાવેરી નદીમાં 5 ડૂબ્યા, વેણુ નદીમાં કારચાલક બૂરી રીતે ફસાયો
સોનાના ભાવમાં તેજીથી ઘટાડો આવ્યા બાદ હવે ઈન્વેસ્ટર્સ પણ આ બાબત પર ધ્યાન આપી રહ્યાં છે. કેમ કે, સોનું હંમેશા સારું રિટર્ન આપે છે. હાલના સમયમાં દેશમાં 22 કેરેટ પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ 51,150 રૂપિયા થઈ ગયું છે. સોનાના સતત ઉતરતા ચઢતા ભાવોની પાછળ અનેક કારણ હોય છે. સોનાની કિંમતો પર ડિમાન્ડ-સપ્લાય, ડોલરનો ભાવ, આંતરરાષ્ટ્રીય માર્કેટની હલચલ, વૈશ્વિક રાજનીતિક મહોલની અસર પડે છે.
નબળી હાજર માંગને કારણે વેપારીઓએ તેમની થાપણના સોદા કાપી નાખ્યા છે, જેના કારણે શુક્રવારે વાયદા બજારમાં સોનું 0.65 ટકા ઘટીને રૂ. 52,478 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ઓક્ટોબર મહિનામાં ડિલીવરી સોનુ અનુબંધની કિંમત 452 રૂપિયા એટલે કે 0.85 ટકાના ઘટાડાની સાથે 52,478 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું છે. તેમાં 15,577 લોટ માટે કારોબાર થયો.
સોનાની ડિસેમ્બર ડિલીવરીવાળા અનુબંધની કિંમત 525 રૂપિયા એટલે કે 0.99 ટકાના ઘટાડાની સાથે 52,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. તેમાં 2056 લોટ માટે કારોબાર થયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટ, ન્યૂયોર્કમાં સોનું 0.66 ટકાના ઘટાડા સાથે 1957.40 ડોલર પ્રતિ ઔંસ રહ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....
વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર, વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીરે ધીરે ઘટાડો
દક્ષિણના નેતા સીઆર પાટીલનો સૌરાષ્ટ્રમાં પહેલો રાજકીય પ્રવાસ સંગઠનમાં કેવા બદલાવ લાવશે?
હાથ પકડીને રસ્તો પાર કરી રહેલા 3 યુવકો જોતજોતામાં તણાયા, ડૂબતો વીડિયો થયો કેદ
ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ પણ AMCના ઢોર વિભાગના કર્મચારીઓના પેટનું પાણી હાલતું નથી
Viral Video માં દેખાઈ મોટી બેદરકારી, કોરોનાના દર્દીઓનું ભોજન કચરાની ગાડીમાં લઈ જવાયું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે