સામાન્ય માણસો માટે સપના જેવું બન્યું સોનુ, રેકોર્ડબ્રેક ભાવ પર પહોંચી ગયું

માર્કેટમાં મજબૂતી આવવાની સાથે જ સોનાના કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે સોનાના ભાવ રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગયા છે. જોકે, સેનામાં તેજી માર્કેટ ખૂલવાના સમયથી જ હતી. પરંતુ સાંજ સુધી સોનું ઐતિહાસિક ઉછાળ મેળવીને રેકોર્ડ 49500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ચૂક્યું છે. મંગળવારે સવારે લગભગ 9.40 કલાક સોનું મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર લગભગ 93.00 રૂપિયાની તેજી સાથે 49120.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યુ હતું. MCX પર સોનું 49,078 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખૂલ્યું. 

સામાન્ય માણસો માટે સપના જેવું બન્યું સોનુ, રેકોર્ડબ્રેક ભાવ પર પહોંચી ગયું

ઝી મીડિયા/બ્યૂરો :માર્કેટમાં મજબૂતી આવવાની સાથે જ સોનાના કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે સોનાના ભાવ રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગયા છે. જોકે, સોનામાં તેજી માર્કેટ ખૂલવાના સમયથી જ હતી. પરંતુ સાંજ સુધી સોનું ઐતિહાસિક ઉછાળ મેળવીને રેકોર્ડ 49500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ચૂક્યું છે. મંગળવારે સવારે લગભગ 9.40 કલાક સોનું મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર લગભગ 93.00 રૂપિયાની તેજી સાથે 49120.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યુ હતું. MCX પર સોનું 49,078 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખૂલ્યું. 

સાંજ સુધી સોનાનો સારો વેપાર ચાલુ રહેશે. સાંજે સોનાના કિંમતો ઉછળીને 49500 રૂપિયાના સ્તર પર જઈ પહોંચ્યું છે. કિંમતોમાં આ ઉછાળ સતત ચાલુ રહેશે અને થોડા સમય બાદ  ભાવ ફરી ઉપર ચઢીને 49,579 રૂપિયા પ્રતિ ગ્રામ પર પહોંચી ગયું.

વડોદરા : પોલીસ કમિશનરના ગનમેન-ડ્રાઈવરને કોરોના, સયાજી હોસ્પિટલના 5 તબીબો પણ ઝપેટમાં 

એક વર્ષમાં સોનાના ભાવમાં 25 ટકા તેજી
અમારી સહયોગી વેબસાઈટ zeebiz.com ના અનુસાર, આ વર્ષની શરૂઆતમાં સોનુ 39 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર પર હતું, જે અત્યાર સુધી વધીને 49500 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર પર પહોંચી ચૂક્યું છે. એક વર્ષમાં સોનાના ભાવમાં લગભગ 25 ટકા સુધીની તેજી આવી ચૂકી છે. 

ચાંદીમાં પણ તેજી
સોનાના ભાવની સાથે ચાંદી પણ સારો કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. સાંજે તેના ભાવ 56881 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહ્યું હતું. 

ઈન્ટરનેશનલ માર્કેટમાં તેજ ઉછાળા સાથે ભારતીય વાયદા બજાર (Indian Futures Market) માં ચાંદીનો ભાવ સપ્ટેમ્બર 2013 બાદ પહેલીવાર આટલી ઉંચાઈ પર જઈ પહોંચ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news