Gold Price: આ સપ્તાહે સસ્તું થયું સોનું, ચાંદીની કિંમતમાં પણ ઘટાડો, જાણો ભાવ

છેલ્લા એક સપ્તાહમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ ગુરૂવારના 5 ફેબ્રુઆરી, 2021ના વાયદા સોનાનો ભાવ એમસીએક્સ એક્સચેન્જ પર 76 રૂપિયાના ઘટાડા સાથે 50,073 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.
 

Gold Price: આ સપ્તાહે સસ્તું થયું સોનું, ચાંદીની કિંમતમાં પણ ઘટાડો, જાણો ભાવ

નવી દિલ્હીઃ આ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ ગુરૂવારના 5 ફેબ્રુઆરી, 2021ના વાયદા સોનાનો ભાવ એમસીએક્સ એક્સચેન્જ પર 76 રૂપિયાના ઘટાડા સાથે 50,073 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આ સિવાય પાંચ એપ્રિલ, 2021ના સોનાની વાયદા કિંમત સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ ગુરૂવારે એમસીએક્સ પર 19 રૂપિયાના ઘટાડા સાથે 50,129 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. ઉલ્લેખનીય છે કે શુક્રવારે ક્રિસમસ હોવાને કારણે સોની બજાર બંધ રહી હતી. આવો જાણીએ આ સપ્તાહે સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો છે. 

આ સપ્તાહે સોનાના ભાવમાં આવ્યો ઘટાડો
આ સપ્તાહે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવાર, 21 ડિસેમ્બરે એમસીએક્સ પર પાંચ ફેબ્રુઆરી, 2021 વાયદા સોનાનો ભાવ 50,515  રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો. તો તેના પાછલા સત્રમાં સોનાનો ભાવ 50304 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આ પ્રકારે સોનાની કિંમતમાં આ સપ્તાહે 231 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. 

આ સપ્તાહે ચાંદીના ભાવમાં પણ ઘટાડો
આ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ ગુરૂવાર પાંચ માર્ચ, 2021 વાયદાની ચાંદી કિંમત એમસીએક્સ પર 67 રૂપિયાના ઘટાડા સાથે 67,509 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આ ચાંદીનો ભાવ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવાર, 21 ડિસેમ્બરે એમસીએક્સ પર 68,958 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યો હતો. તેનાથી પાછલા સત્રમાં તે 67,907 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. આ રીતે ચાંદીના ભાવમાં આ સપ્તાહે 398 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો થયો છે. 

વૈશ્વિક સ્તર પર સોનું
સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે વૈશ્વિક સ્તર પર સોનાની હાજર અને વાયદા બન્ને કિંમતોમાં વધારો થયો હતો. સોનાનો વાયદા ભાવ ગુરૂવારે 5.10 ડોલરના વધારા સાથે  1883.20 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો હતો. તો સોનાનો વૈશ્વિક હાજર ભાવ 0.56 ટકા એટલે કે 10.57 ડોલરના વધારા સાથે 1883.46 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો હતો. 

વૈશ્વિક સ્તર પર ચાંદી
સપ્તાહના છેલ્લા દિવસે ચાંદીના વાયદા ભાવમાં ઘટાડો અને હાજર ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ગુરૂવારે ચાંદીનો વાયદા ભાવ 0.05 ટકા એટલે કે 0.01 ડોલરના ઘટાડા સાથે 25.91 ડોલર પ્રતિ ઔંસ સાથે બંધ થયો હતો. તો ચાંદીનો હાજર ભાવ 1.13 ટકા એટલે કે 0.29 ડોલરના વધારા સાથે  25.83 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news