Gold Price: 2000 રૂપિયાથી વધુ સસ્તું થયું સોનું, મોકો ચૂકતા નહી, નહીતર પસ્તાશો

Gold-Silver Price Today:  2 ફેબ્રુઆરી 2023ના રોજ સોનાનો ભાવ 58882 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. આ સિવાય 16 જાન્યુઆરીએ ચાંદીએ 69167 રૂપિયાની રેકોર્ડ સપાટી બનાવી હતી. પરંતુ હવે તેમનામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

Gold Price: 2000 રૂપિયાથી વધુ સસ્તું થયું સોનું, મોકો ચૂકતા નહી, નહીતર પસ્તાશો

Gold Price on 16th February: જો તમારા ઘર અથવા પરિવારમાં તાજેતરમાં લગ્ન છે, તો તમારા માટે સોનું ખરીદવાનો સુવર્ણ સમય ચાલી રહ્યો છે. છેલ્લા દિવસોમાં ઝડપી રેકોર્ડ બનાવનાર સોનાના ભાવમાં 2300 રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત ચાંદીમાં પણ લગભગ ચાર હજાર રૂપિયાનો ઘટાડો થયો છે. ભાવમાં ઘટાડો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. 2 ફેબ્રુઆરી 2023ના રોજ સોનાનો ભાવ 58882 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. આ સિવાય 16 જાન્યુઆરીએ ચાંદીએ 69167 રૂપિયાની રેકોર્ડ સપાટી બનાવી હતી. પરંતુ હવે તેમનામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

MCX પર સોના અને ચાંદીમાં વધારો
બુલિયન માર્કેટમાં ભલે સોનામાં ઘટાડો જોવા મળ્યો હોય, પરંતુ ગુરુવારે મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદી બંનેમાં વધારો જોવા મળ્યો હતો. બે સપ્તાહ પહેલા સોનું રૂ.58,000 અને ચાંદી રૂ.71,000એ પહોંચી હતી. ગુરુવારે, મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર બપોરે 46 રૂપિયાના વધારા સાથે સોનું રૂ. 56172 પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. તે જ સમયે ચાંદીમાં પણ 152 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો અને 65573 રૂપિયા પર કારોબાર થતો જોવા મળ્યો હતો. આ પહેલા બુધવારે સોનું 56126 રૂપિયા અને ચાંદી 65421 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું.

બુલિયન માર્કેટમાં મિશ્ર ટ્રેંડ
બુલિયન માર્કેટમાં ગુરુવારે સોના અને ચાંદીના ભાવમાં ફરી મિશ્ર ટ્રેંડ જોવા મળ્યું હતું. ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા ભાવ મુજબ, 24 કેરેટ સોનું ઘટીને 56343 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. ચાંદીના ભાવમાં નજીવો વધારો જોવા મળ્યો હતો અને તે રૂ.65474 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો છે. બુધવારે સોનું 56478 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 65411 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું.

ગુરુવારે 23 કેરેટ સોનાનો ભાવ 56117 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટનો ભાવ 51610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટનો ભાવ 42257 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news