Gold Rate Today: ઓ બાપ રે! આટલું મોંઘુ થઈ ગયું? સોના-ચાંદીએ તો જબરો કૂદકો માર્યો, જાણો આજે શું છે ભાવ
કોમોડિટી બજારમાં આ અઠવાડિયે જબરદસ્ત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે.વાયદા બજારમાં ખાસ કરીને સોના અને ચાંદીના ભાવમાં તેજ વોલેડિલિટી જોવા મળી છે.જ્યારે શરાફા બજારમાં પણ સોના ચાંદીમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.
Trending Photos
કોમોડિટી બજારમાં આ અઠવાડિયે જબરદસ્ત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. વાયદા બજારમાં ખાસ કરીને સોના અને ચાંદીના ભાવમાં તેજ વોલેડિલિટી જોવા મળી છે. શુક્રવારે વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. જ્યારે શરાફા બજારમાં પણ સોના ચાંદીમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
વાયદા બજારમાં ભાવ
આજે સવારે વાયદા બજારમાં ગોલ્ડ ફ્યૂચર જ્યાં 545 રૂપિયાની તેજી સાથે 76,269 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી ઓપનિંગમાં લગભગ 1200 રૂપિયાની તેજી જોવા મળી રહી હતી. સોનું કાલે 75,724 રૂપિયા પર ક્લોઝ થયું હતું. સવારે 10.15ની આસપાસ MCX પર સિલ્વર ફ્યૂચર 1070 રૂપિયાની તેજી સાથે 89,072 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો. જે કાલે 88,002 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 451 રૂપિયા ઉછળીને 76,738ની સપાટીએ પહોંચ્યું. જે કાલે 76,287 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદી આજે 1,346 રૂપિયા વધીને 89,250 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી જે કાલે 87,904 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc
Follow us on Facebook : https://t.co/9tJn5720rk… pic.twitter.com/2xN0W3MyCx
— IBJA (@IBJA1919) November 29, 2024
રિટેલ ભાવ પર ફેરવો નજર
#indicative #Retail selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram :… pic.twitter.com/O8jRhXtGCY
— IBJA (@IBJA1919) November 29, 2024
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે