ચાંદીમાં 'આંધી': વાયદા બજારમાં ચાંદીનો ભાવ 50 હજારને પાર પહોંચ્યો

સોનામાં પણ તેજી યથાવત, થોડા દિવસમાં જ ભાવ થઈ જશે 40 હજારને પાર, મંગળવારે સોનામાં 596 રૂપિયાનો થયો વધારો 
 

ચાંદીમાં 'આંધી': વાયદા બજારમાં ચાંદીનો ભાવ 50 હજારને પાર પહોંચ્યો

નવી દિલ્હીઃ વિદેશોમાં બંને કિંમતી ધાતુમાં ચાલી રહેલી માગને કારણે આજે દેશમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે તેજી જોવા મળી. દિલ્હી સોની બજારમાં 34 કેરેટ સોનું 538 રૂપિયા ઉછળીને રૂ.38,987 પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયું હતું. ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી. ચાંદીમાં પ્રતિ કિલો રૂ.1,080નો ઉછાળો જોવા મળ્યો અને રેકોર્ડ રૂ.47,960 પર વેચાઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ન્યુયોર્કમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 1530 ડોલર, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ 18.50 ડોલર રહ્યો હતો. 

MCX બજારમાં સોનાના ભાવમાં 596નો ઉછાળો રહ્યો અને સોનું 39,638 પર બંધ થયું હતું. જ્યારે ચાંદીના ભાવમાં 1,946નો ઉછાળો જોવા મળ્યો અને એક કિલો ચાંદીનો ભાવ રૂ.49,435 રહ્યો હતો. વાયદા બજારમાં ચાંદીના ભાવમાં ભરપૂર તેજી જોવા મળી અને 29 નવેમ્બરનો ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 50,508 પર પહોંચી ગયો હતો.

બજાર વિશ્લેષકોએ જણાવ્યું કે, અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વેપાર યુદ્ધના કારણે બંને કિંમતી ધાતુમાં તેજી આવી છે. આ ઉપરાંત વૈશ્વિક મંદીની આશંકાના કારણે પણ રોકાણકારો હવે સોનું ખરીદી રહ્યા છે. જોકે, મજબૂત ડોલરના કારણે સોનાના ભાવમાં વધુ ઉછાળો જોવા મળ્યો નથી, પરંતુ આગામી દિવસોમાં સોનું પ્રતિ 10 ગ્રામ 40 હજારના આંકડાને પાર કરી જશે તે નક્કી છે. 

જુઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news