Gold Price Today: સોનામાં સતત વધઘટનો દોર, જાણો આજનો ભાવ
છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. જ્યાં ગુરુવારે સોનામાં વધારો નોંધાયો હતો. તો શુક્રવારના સોનામાં ઘટાડો થયો છે. તે જ સમયે, ચાંદીમાં વધારો જોવા મળી રહ્યો છે
Trending Photos
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. જ્યાં ગુરુવારે સોનામાં વધારો નોંધાયો હતો. તો શુક્રવારના સોનામાં ઘટાડો થયો છે. તે જ સમયે, ચાંદીમાં વધારો જોવા મળી રહ્યો છે. એક્સપર્ટનું માનવું છે કે સોનાના ભાવમાં નરમાઈનું કારણ નબળી માંગ વચ્ચે વેપારીઓ દ્વારા તેમના સોદાને રદ કરવામાં આવી રહ્યા છે. સવારના દસ વાગ્યા સુધી સોનાના ભાવમાં ઘટાડો હતો. સોનું (gold price today) સવારે 10.00 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર 10 ગ્રામ દીઠ 46,665.00 ની સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, ચાંદી રૂપિયા 28.00 ના વધારા સાથે રૂ. 67,502 પર ટ્રેડ કરી રહી છે.
સોનામાં નરમાઈ (Gold Price today in Delhi)
Gold-Silver Price in Delhi Today: ગુરુવારે, દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો (Gold) ભાવ 61 રૂપિયાની તેજી સાથે 46,472 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 46,411 રૂપિયા હતો. જ્યારે ચાંદીએ (Silver price in Delhi Sarafa Bazar) આજે જબરદસ્ત મજબૂતી મેળવી છે. ચાંદીનો ભાવ (Silver price in Delhi Today) 1,776 રૂપિયાની તેજી સાથે 68,785 રૂપિયા પ્રતિ કિલો થયો છે. તે અગાઉના ટ્રેડિંગ સેશનમાં 67,009 રૂપિયા પર બંધ હતો.
ઇન્ટરનેશન માર્કેટમાં સોનાના ભાવમાં સામાન્ય ઘટાડા સાથે 1,777 ડોલર પ્રતિ ઓંસ રહ્યો જ્યારે ચાંદીનો ભાવ 26.29 ડોલર પ્રતિ ઓંસ પર લગભગ અપરિવર્તિત રહ્યો. એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે કહ્યું કે ન્યૂયોર્ક સ્થિતિ કોમોડિટી એક્સચેન્જ, કોમેક્સમાં ગુરૂવારના સોનાના હાજર ભાવમાં સામાન્ય ઘટાડા સાથે 1,777 ડોલર પ્રતિ ઔંસ રહ્યો.
આ પણ વાંચો:- આ બેંકે ATM કેશ, મિનિમમ બેલેન્સ પર વધાર્યો ચાર્જ, ઘણી બીજી સર્વિસેઝ પણ 1 મેથી થશે મોંઘી
હાજર માંગથી ચાંદી વાયદા ભાવમાં તેજી (Silver futures rise on spot demand)
મજબૂત હાજર માંગથી વેપારીઓએ તેમના સોદામાં વધારો કર્યો જેના કારણે વાયદા કારોબારમાં ગુરૂવારના ચાંદીના ભાવ 499 રૂપિયાની તેજી સાથે 69,542 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં (Multi commodity exchange) ચાંદીના મે વાયદા કરારનો ભાવ 49 રૂપિયા એટલે કે 0.72 ટકાની તેજી સાથે 69,542 રૂપિયા પ્રતિ કિલો હતો. આ વાયદા કરારમાં 7,193 લોટના સોદા કરવામાં આવ્યા. બજાર વિશ્લેષકોએ કહ્યું કે ચાંદી વાયદા કિંમતોમાં તેજી આવવાના કારણે ઘરેલૂ બજારમાં તેજીનું વલણ હોવાથી વેપારીઓ દ્વારા નવા સોદાની ખરીદી કરવામાં આવી હતી. વૈશ્વિક સ્તર પર, ન્યૂયોર્કમાં ચાંદીના ભાવ 0.27 ટકાની તેજી સાથે 26.39 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે