આજે સોનાની કિંમતમાં આવી તેજી, ચાંદી પણ ચમકી, જાણો લેટેસ્ટ ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધીને 1789 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 22.23 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી. સોમવારે કોમેક્સમાં હાજર સોનાની કિંમત 0.15 ટકાની તેજીની સાથે 1786 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી.

આજે સોનાની કિંમતમાં આવી તેજી, ચાંદી પણ ચમકી, જાણો લેટેસ્ટ ભાવ

નવી દિલ્હીઃ એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર રૂપિયાના ઘટાડા વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે સોનાની કિંતમ 62 રૂપિયા વધીને 47,262 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. પાછલા કારોબારમાં સોનું 47200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. સોમવારે સોનાની સાથે-સાથે ચાંદીની કિંમતોમાં પણ તેજી જોવા મળી છે. ચાંદીની કિંમત 195 રૂપિયાની તેજીની સાથે  60,122 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ, જે પાછલા કારોબારમાં 59,927 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધીને 1789 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 22.23 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી. સોમવારે કોમેક્સમાં હાજર સોનાની કિંમત 0.15 ટકાની તેજીની સાથે 1786 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી.

સોનાની વાયદા કિંમત
મજબૂત હાજર માંગ વચ્ચે સટોરિયાઓએ તાજા સોદાની લિવાલી કરી, જેનાથી વાયદા કારોબારમાં શુક્રવારે સોનું 62 રૂપિયાની તેજીની સાથે 47,262 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર સોમવારે કોમેક્સમાં હાજર સોનાની કિંમત 0.15 ટકાની તેજીની સાથે 1786 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી. મજબૂત હાજર માંગ વચ્ચે સટોરિયાએ તાજા સોદાની લિવાલી કરી, જેનાથી વાયદા કારોબારમાં સોમવારે સોનું 61 રૂપિયાની તેજીની સાથે 48,225 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ફેબ્રુઆરી ડિલિવરી માટે સોનાનો કરાર 61 રૂપિયા કે 0.13 ટકાની તેજીની સાથે 48225 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો, જેમાં 8713 લોટનો કારોબાર થયો હતો. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 0.11 ટકાની તેજી સાથે 1786.80 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો હતો. 

ચાંદીની વાયદા કિંમત
તો સોમવારે ચાંદી પણ 195 રૂપિયાની તેજીની સાથે 60122 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ, જે પાછલા કારોબારમાં 59927 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધીને 1786 ડોલર તો ચાંદી 22.23 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી. 
વાયદાના વેપારમાં સોમવારે ચાંદીના ભાવ રૂ. 188 વધી રૂ. 61,339 પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચ્યા હતા કારણ કે પ્રતિભાગીઓએ મક્કમ હાજર માંગ પર તેમની સ્થિતિ વધારી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, માર્ચમાં ડિલિવરી માટે ચાંદી રૂ. 188 અથવા 0.31 ટકા વધીને રૂ. 61,339 પ્રતિ કિલોગ્રામ પર 13,718 લોટમાં ટ્રેડ થઈ રહી હતી. બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ચાંદીના ભાવમાં વધારો મુખ્યત્વે હકારાત્મક સ્થાનિક વલણ વચ્ચે સહભાગીઓની ઓપન પોઝિશનને કારણે છે. વૈશ્વિક સ્તરે, ન્યુયોર્કમાં ચાંદી 0.16 ટકા વધીને 22.23 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news