Gold vs Stocks: છ મહિનામાં 8400 રૂપિયા મોંઘુ થઈ ગયું સોનું, જાણો આગળ કેવી રહેશે ચાલ

સોનાની કિંમતમાં તાજેતરમાં તેજી આવી છે. ચીનમાં માંગ વધવા, વિશ્વભરમાં કેન્દ્રીય બેન્કો દ્વારા ખરીદી કરવા અને ફેડ રિઝર્વના વ્યાજ દરોમાં ઘટાડો કરવાની સંભાવનાથી સોનાની કિંમતમાં વધારો થયો છે. 
 

Gold vs Stocks: છ મહિનામાં 8400 રૂપિયા મોંઘુ થઈ ગયું સોનું, જાણો આગળ કેવી રહેશે ચાલ

નવી દિલ્હીઃ વર્ષના પ્રથમ છ મહિના ખતમ થઈ ગયા છે. આ દરમિયાન સોનાએ નિફ્ટીથી સારૂ પ્રદર્શન કર્યું છે. સોનાએ વર્ષના પ્રથમ છ મહિનામાં 13.37 ટકા રિટર્ન આપ્યું છે, જ્યારે નિફ્ટીમાં આ દરમિયાન 10.5 ટકાની તેજી આવી છે. રૂપિયાની દ્રષ્ટિએ જુઓ તો આ દરમિયાન MCX ગોલ્ડ કોન્ટ્રાક્ટમાં આશરે 8400 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે. બીજીતરફ જુઓ તો આ દરમિયાન સેન્સેક્સમાં 2279 પોઈન્ટનો વધારો થયો છે. જુલાઈમાં સોનું વાયદા 74777 રૂપિયાના સર્વકાલિક ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું હતું અને હવે તે 71800 રૂપિયાની આસપાસ છે. મધ્યપૂર્વમાં તણાવ, ચીનમાં સોનાની માંગમાં તેજી અને ફેડ વ્યાજ દરમાં ઘટાડાની આશાને કારણે સોનાની કિંમતમાં તેજી જોવા મળી છે.

જો આપણે છેલ્લા પાંચ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સોના અને નિફ્ટીના પ્રદર્શન પર નજર કરીએ તો સોનાએ ઘણું સારું વળતર આપ્યું છે. 2019 અને 2023 ની વચ્ચે, સોનાનું વળતર ચાર પ્રસંગોએ હકારાત્મક રહ્યું છે, જેમાં 2020માં સૌથી વધુ (13.71%) અને 2022માં સૌથી ઓછું (0.59%) છે. તેણે 2021માં 3.63% નેગેટિવ રિટર્ન આપ્યું છે. તેનાથી વિપરીત, નિફ્ટીએ ત્રણ પ્રસંગો (2019, 2021 અને 2023) પર હકારાત્મક વળતર આપ્યું છે. દરમિયાન, 2021ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તેણે 12% કરતા વધુ વળતર આપ્યું હતું, જે 2019 અને 2023 વચ્ચેના 5 વર્ષના સમયગાળામાં સૌથી વધુ છે. 2020 માં, માર્ચમાં કોવિડ 19 લોકડાઉનને કારણે નિફ્ટીના સ્તરોમાં 15% ઘટાડો જોવા મળ્યો હતો. 2022ના પ્રથમ છ મહિનામાં નિફ્ટીમાં 9%નો ઘટાડો થયો હતો.

ક્યાં સુધી જશે કિંમત
સોનાના પ્રદર્સન વિશે ઋદ્ધિસિદ્ધિ બુલિયન લિમિટેડના એમડી અને આઈબીજેએના રાષ્ટ્રીય પ્રમુખ પૃથ્વીરાજ કોઠારીએ કહ્યું કે ફેબ્રુઆરી અને એપ્રિલ વચ્ચે 18 ટકાની તેજીની સાથે રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા બાદ સોનું 71,000-72,000 રૂપિયાની આસપાસ મજબૂત થઈ રહ્યું છે. તે સમયમાં તેમાં 12000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી આવી છે. કોઠારીએ કિંમતોમાં સ્થિરતા માટે પર્યાપ્ત ટ્રિગર્સની કમીને જવાબદાર ઠેરવી છે. નબળા ફંડામેન્ટલ્સ અને ટેકનિકલ કારણોસર સોનું આગામી 1-2 મહિનામાં 70,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. મધ્યમથી લાંબા ગાળાના આઉટલૂક હજુ પણ સકારાત્મક છે અને પીળી ધાતુ 2024 ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં નવા રેકોર્ડ ઊંચાઈએ પહોંચી શકે છે. કોઠારીએ જણાવ્યું હતું કે વર્ષના અંત સુધીમાં રૂ. 75,000 થી રૂ. 77,000ના ટાર્ગેટ પર રૂ. 70,000ની આસપાસ ખરીદી કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news