Adani Group: ભુક્કા બોલાવી રહ્યાં છે અદાણીના આ શેર, જાણો તળિયે ઉતર્યા પછી ફરી કઈ રીતે ટોચે પહોંચ્યા અદાણી!

Adani Group: અદાણીના 'અચ્છે દીન'! અદાણીના શેરોમાં જબરદસ્ત ઉછાળો : માર્કેટકેપ 10 લાખ કરોડને પાર...અદાણી ગ્રૂપની (Adani Group) કંપનીઓએ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ (Hindenburg Report) જાહેર થયા બાદ  તેમની ગુમાવેલી બજાર કિંમતના લગભગ 50 ટકા પાછા મેળવી લીધા છે.

Adani Group: ભુક્કા બોલાવી રહ્યાં છે અદાણીના આ શેર, જાણો તળિયે ઉતર્યા પછી ફરી કઈ રીતે ટોચે પહોંચ્યા અદાણી!

Adani Group Updates: ગુજરાતી બિઝનેસમેન અદાણીના સારા દિવસો પાછા આવ્યા છે.  હિંડનબર્ગના અહેવાલ પછી અદાણી ગ્રૂપે ગુમાવેલા બજાર મૂલ્યનો અડધો ભાગ પાછો મેળવ્યો છે, આંકડો ₹10 લાખ કરોડને વટાવી ગયો છે. હાલમાં અદાણી શેરોમાં તેજીની સર્કિટ હોય એમ ગણતરીના દિવસોમાં જ માર્કેટ વેલ્યુંમાં જોરદાર વધારો થયો છે. 

અદાણી ગ્રૂપની (Adani Group) કંપનીઓએ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ (Hindenburg Report)જાહેર થયા બાદ  તેમની ગુમાવેલી બજાર કિંમતના લગભગ 50 ટકા પાછા મેળવી લીધા છે. સોમવારે ગ્રૂપનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 10 લાખ કરોડને પાર કરી ગયું હતું. 27 ફેબ્રુઆરીના રૂ. 6.8 લાખ કરોડના નીચલા સ્તરેથી આ મજબૂત રિકવરી છે

સોમવારે ગ્રૂપનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 10 લાખ કરોડને પાર કરી ગયું હતું. 27 ફેબ્રુઆરીના રોજ 6.8 લાખ કરોડના નીચલા સ્તરેથી આ મજબૂત રિકવરી છે. હાલમાં, અદાણી ગ્રૂપની (Adani Group) શેરબજારમાં લિસ્ટેડ તમામ 10 કંપનીઓની સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન (Market Capitalisation) રૂ. 10.1 લાખ કરોડ છે. હિંડનબર્ગનો રિપોર્ટ (Hindenburg Report) આવ્યો તે પહેલા 23 જાન્યુઆરી 2023ના રોજ આ આંકડો 19.2 લાખ કરોડ રૂપિયા હતો.

હિંડનબર્ગે (Hindenburg Report)પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપ (Adani Group)પર કોર્પોરેટ ગવર્નન્સ સંબંધિત અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. જો કે અદાણી ગ્રુપે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. અદાણી ગ્રૂપના (Adani Group) શેરમાં તાજેતરની તેજી પાછળનું મુખ્ય કારણ સુપ્રીમ કોર્ટની રચિત નિષ્ણાત પેનલના અહેવાલને આભારી છે, જે ગયા શુક્રવારે બહાર પાડવામાં આવ્યો હતો.

અહેવાલમાં જણાવાયું છે કે બજાર નિયામક સેબી (SEBI) એ હજુ સુધી એવી કોઈ નિયમનકારી ગરબડી શોધી શકી નથી જે સાબિત કરી શકે કે અદાણી જૂથની (Adani Group)કંપનીઓ ધારાધોરણોના ઉલ્લંઘનમાં અથવા શેરના ભાવમાં ચેડાં કરવાના પ્રયાસોમાં સામેલ હતી.

સુપ્રીમ કોર્ટની પેનલે ખુલાસો કર્યો કે અદાણી ગ્રૂપના (Adani Group)શેરહોલ્ડિંગ અંગે સેબીની તપાસ ઓક્ટોબર 2020થી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી અદાણી જૂથની તરફેણમાં કે વિરુદ્ધમાં કોઈ નિર્ણાયક પુરાવા મળ્યા નથી.

જેના કારણે સોમવારે અદાણી ગ્રુપની (Adani Group)તમામ કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝના (Adani Enterprises) શેરમાં 19 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો અને હાલમાં તે ત્રણ મહિનાના સર્વોચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) સેગમેન્ટમાં ટ્રેડિંગ કરતી અન્ય ગ્રુપ કંપનીઓ - અદાણી પોર્ટ્સ  (Adani Ports), અંબુજા સિમેન્ટ્સ (Ambuja Cements), ACC 5 થી 6.41% ના વધારા સાથે બંધ થઈ. અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission), અદાણી ટોટલ ગેસ (Adani Total Gas), અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy)અને અદાણી વિલ્મર જેવા કેશ માર્કેટ શેરો 5 થી 10 ટકાના ઉછાળા સાથે બંધ થયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news