ભારત જ નહી...આખા એશિયામાં નથી અદાણી જેવો મોટો દાનવીર, આ રીતે વધાર્યું દેશનું માન
Forbes Asia: એશિયાના દિગ્ગજ પરોપકારી હીરોઝની યાદીમાં ગૌતમ અદાણી સૌથી ઉપર છે. ફોર્બ્સની એશિયા હીરોઝની યાદીમાં 2 અન્ય ભારતીય અરબપતિ પણ સામેલ છે.
Trending Photos
Forbes Asia Heroes of Philanthropy: ભારત દિગ્ગજ ઉદ્યોગપતિ અરબપતિ ગૌતમ અદાણી,એચસીએલ ટેક્નોલોઝીઝના શિવ નાદર અને હેપિએસ્ટ માઇડ્સ ટેક્નોલોજીઝના અશોક સૂતાને ફોર્બ્સ એશિયના પરોપકારી હીરોઝના 16મી આવૃતિની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીને ફોર્બ્સે મંગળવારે જાહેર કરી છે. આ યાદીમાં ગૌતમ અદાણીનું નામ સૌથી ઉપર છે. અદાણી ગ્રુપના ચેરમેને ₹60,000 કરોડ (7.7 બિલિયન ડોલર) રૂપિયા પરોપકારના કાર્યોમાં લગાવવાની પ્રતિબદ્ધતા માટે આ યાદીમાં સૌથી ઉપર રાખવામાં આવે છે.
વર્ષ 2022 અદાણી માટે સાબિત થયું લકી
અદાણી ફાઉન્ડેશન દ્વારા આ રકમ પરોપકારના કાર્યમાં સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ અને કૌશલ વિકાસમાં લગાવવામાં આવશે. તમને જણાવી દઇએ કે અદાણીએ પરમાર્થના કાર્ય માટે પોતાની આ ફાઉન્ડેશનને 1996 માં ઉભી કરી હતી. 60 વર્ષીય ગૌતમ અદાણી ગ્રુપના સંસ્થાપક છે. અદાણી ગ્રુપ દેશનું સૌથી મોટું પોર્ટ ઓપરેટર ગ્રુપ છે. આ ગ્રુપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોમોડિટીઝ, પાવર જનરેશન અને ટ્રાન્સમિશન અને રિયલ એસ્ટેટમાં ફેલાયેલું છે. ગૌતમ અદાણી માટે વર્ષ 2022 એકદમ લકી સાબિત થયું છે. તેમના ગ્રુપની કમાણી આ વર્ષે એટલી વધી છે કે હવે દુનિયાના અમીર લોકોની યાદીમાં સામેલ છે.
આ પણ વાંચો: શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે બાજરીનો રોટલો, ફાયદા જાણીને બીજાને પણ આપશો સલાહ
આ પણ વાંચો: ચહેરાને ચમકાવશે બારમાસીનું ફૂલ, ઢળતી ઉંમરમાં પણ નહી દેખાય કરચલી-કાળા ડાઘ
આ પણ વાંચો: Beauty Remedies: ડુંગળીમાં મિક્સ કરી લગાવો આ વસ્તુ, ચાંદ જેવું ચમકશે મુખડું
₹11,600 કરોડનું દાન
તો બીજી તરફ ભારતના અરબપતિ શિવ નાદરની વાત કરીએ તો તે પણ પરોપકારી કાર્યોમાં હંમેશા આગળ રહે છે. તેમની ગણતરી ભારતના ટોચના દાનવીરોમાં કરવામાં આવે છે. શિવ નાદરે ગત કેટલાક દાયકામાં પોતાની સંપત્તિનો લગભગ 1 બિલિયન ડોલર શિવ નાદર ફાઉન્ડેશન દ્વારા સામાજિક કાર્યોમાં લગાવ્યો છે. તેમણે પરોપકાર માટે પોતાના ફાઉન્ડેશનનો પાયો 1994 માં રાખ્યો હતો. આ વર્ષે તેમણે શિક્ષણના ક્ષેત્રમાં લોકોને સશક્ત બનાવવા માટે પોતાના ફાઉન્ડેશનના માધ્યમથી ₹11,600 કરોડ ($142 મિલિયન) નું દાન કર્યું. નાદર એચસીએલ ટેક્નોલોજીસના કોફાઉન્ડર છે. ફાઉન્ડેશના ટ્રસ્ટીઓમાં તેમની પત્ની કિરણ નાદર, પુત્રી રોશની નાદર મલ્હોત્રા અને જમાઇ શિખર મલ્હોત્રા સામેલ છે.
અશોક સૂતાએ કર્યું ₹600 કરોડનું દાન
તો બીજી તરફ ટેક ટાઇકૂન અશોક સૂતાની વાત કરીએ તો તેમણે વધતી જતી ઉંમર અને ન્યૂરોલોજિકલ બિમારીઓના રિસર્ચ માટે એપ્રિલ 2021 માં સ્થાપિત મેડિકલ રિસર્ચ ટ્રસ્ટને ₹600 કરોડ (75 મિલિયન અમેરિકન ડોલર) આપ્વાનો વાયદો કર્યો હતો. હેપ્પિએસ્ટ માઇંડ્સ ટેક્નોલોજી લિમિટેડના કાર્યકારી અધ્યક્ષ અશોક સૂતાને વ્યાપક રૂપથી ભારતીય આઇટી સેક્ટરના અગ્રણી લીડર્સમાંથી એક ગણવામાં આવે છે. તેમણે હેપીએસ્ટ માઇંડ્સ (2020) અને માઇંડટ્રી (2007) બંને કંપનીઓનું નેતૃત્વ કર્યું છે. હેપીએસ્ટ માઇંડ્સ ટેક્નોલોજી લિમિટેડ એક 'બોર્ન ડિજિટ્લ' છે. બોર્ન એઝાઇલ 'માઇંડફૂલ આઇટી કંપની જે સમાધાન આપવા માટે અગ્રણી ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો: ભારતમાં ઝડપથી ફેમસ થઇ રહ્યું છે આ ચીનનું ફળ, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે