ક્રૂડ ઓઇલમાં ઘટાડાની અસર: 1 વર્ષમાં 'સૌથી સસ્તુ' થયું પેટ્રોલ, જાણો આજનો ભાવ

ઇન્ટરનેશનલ માર્કેટમાં બ્રેંટ ક્રૂડના ભાવમાં ગત કેટલાક દિવસોથી ચાલી રહેલા ઘટાડાની આસર સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલન ભાવ પર જોવા મળી રહી છે. સોમવારે બ્રેંટ ક્રૂડમાં 3.33 ડોલર પ્રતિ બેરલ (6.16 ટકા) ઘટીને 50.77 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો છે. સ્થાનિક બજારમાં પેટ્રોલ પહેલાં જ 70 રૂપિયાના સ્તરથી નીચે પહોંચી ગયું છે.

ક્રૂડ ઓઇલમાં ઘટાડાની અસર: 1 વર્ષમાં 'સૌથી સસ્તુ' થયું પેટ્રોલ, જાણો આજનો ભાવ

નવી દિલ્હી: ઇન્ટરનેશનલ માર્કેટમાં બ્રેંટ ક્રૂડના ભાવમાં ગત કેટલાક દિવસોથી ચાલી રહેલા ઘટાડાની આસર સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલન ભાવ પર જોવા મળી રહી છે. સોમવારે બ્રેંટ ક્રૂડમાં 3.33 ડોલર પ્રતિ બેરલ (6.16 ટકા) ઘટીને 50.77 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો છે. સ્થાનિક બજારમાં પેટ્રોલ પહેલાં જ 70 રૂપિયાના સ્તરથી નીચે પહોંચી ગયું છે. મંગળવારે સવારે તેમાં ઘટાડો થયો હતો. મંગળવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 7 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી. આ સાથે જ પેટ્રોલ મંગળવારે 69.79 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયું છે.  

ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર નહી
કલકત્તા અને મુંબઇમાં પણ મંગળવારે પેટ્રોલના ભાવમાં 7 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો હતો. આ સાથે કલકત્તામાં પેટ્રોલ 71.89 રૂપિયા પ્રતિ લીટર અને મુંબઇમાં 75.41 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયું છે. બંને શહેરોમાં ક્રિસમસના ટાળે ડીઝલના ભાવમાં કોઇ રાહત આપવામાં આવી નથી અહીં ડીઝલ ક્રમશ: 65.59 રૂપિયા પ્રતિ લીટર અને 66.79 પ્રતિ લીટરના જૂના સ્તર પર વેચાઇ રહ્યું છે. 

1 જાન્યુઆરી 2018ના રોજ આ હતો ભાવ
પ્રતિ લીટરે પેટ્રોલના ભાવ ગત 1 વર્ષ દરમિયાન સૌથી ઓછા છે. આ પહેલાં 1 જાન્યુઆરી 2018ના રોજ પેટ્રોલ પ્રતિ લીટર 69.97 રૂપિયાના ભાવે વેચાઇ રહ્યું હતું. તો બીજી તરફ 1 જાન્યુઆરી 2018નારોજ કલકત્તામાં પેટ્રોલ 72.72 પ્રતિ લીટર, મુંબઇમાં 77.87 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઇમાં 72.53 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર હતું. આ ઉપરાંત ડીઝલના ભાવ આ સ્તરે 9 મહિના બાદ આવ્યા છે. 28 માર્ચ 2018ના રોજ દિલ્હીમાં ડીઝલના ભાવ 63.77 રૂપિયા પ્રતિ લીટર હતો. આ દિવસે કલકત્તામાં, મુંબઇ અને ચેન્નઇમાં ડીઝલનો ભાવ ક્રમશ: 6646 રૂપિયા, 67.91 રૂપિયા અને 67.25 રૂપિયા પ્રતિ લીટર હતો. 

મોંઘવારીથી મળી શકે છે રાહત
તમને જણાવી દઇએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઇ હોવાથી સ્થાનિક બજારમાં પણ ઇંઘણના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેથી સામાન્ય માણસને સતત રાહત મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલનું સ્તર નીચે આવતાં આગામી સમયમાં મોંઘવારીથી પણ દેશની જનતાને રાહત મળવાની આશા છે. આ પહેલાં સોમવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 69.86 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર વેચાઇ રહ્યું હતું. 

એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે. 

કેવી રીતે જાણશો પોતાના શહેરમાં પેટ્રોલ ડીઝલનો ભાવ?
તમારા શહેરમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણવો ખૂબ સરળ છે. તમે તમારા મોબાઇલ ફોનમાં ઇન્ડિયન ઓઇલ એટલે કે IOCL app ડાઉનલોડ કરી શકો છો, જેના પર રોજ તાજા ભાવ અપડેટ થાય છે. આ ઉપરાંત કસ્ટમર કેર મોબાઇલ નંબર દ્વારા  “પેટ્રોલ પંપના RSP Dealer Code” લખીને તેને 92249 92249 પર SMS કરી શકો છો. તેના જવાબમાં તમને તે પેટ્રોલ પંપર પેટ્રોલ-ડીઝલના ભાવ ખબર પડી જશે. 

તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news