ડેબિટ-ક્રેડિટ કાર્ડથી લઈને LIC સુધી... 1 ઓક્ટોબરથી પૈસા સાથે જોડાયેલા છ મોટા ફેરફાર, તમે પણ જાણો

Changes from 1st October : 1 ઓક્ટોબરથી નવા TCS નિયમો, ખાસ FD ડેડલાઈન, નવા ડેબિટ કાર્ડ નિયમો અને અન્ય ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે. સ્ત્રોતો પર ટેક્સ કલેક્શનના નવા દરો 1 ઓક્ટોબર, 2023થી લાગુ થશે. તે જ સમયે, તમને તમારા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ માટે નેટવર્ક પ્રદાતા પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.

ડેબિટ-ક્રેડિટ કાર્ડથી લઈને LIC સુધી... 1 ઓક્ટોબરથી પૈસા સાથે જોડાયેલા છ મોટા ફેરફાર, તમે પણ જાણો

નવી દિલ્હીઃ સપ્ટેમ્બરની જેમ ઓક્ટોબરમાં પણ ઘણી ફાઈનાન્શિયલ ડેડલાઇન્સ (Financial Deadlines)આવી રહી છે. સાથે આગામી મહિનો ઘણા બધા પૈસા સાથે જોડાયેલા ફેરફાર (Changes from October)પણ લઈને આવી રહ્યો છે. તેમાં નવો ટીસીએસ નિયમ (New TCS Rule),સ્પેશિયલ એફડીની ડેડલાઈન (Special FD deadlines),નવા ડેબિટ કાર્ડ રૂલ (New debit card rule) અને અન્ય સામેલ છે. આ રિપોર્ટમાં અમે તમને ઓક્ટોબરમાં નાણાને લગતા છ ફેરફારો વિશે જણાવીશું. 

1. લાગૂ થશે ટીસીએસ રૂલ
સોર્સેઝ પર ટેક્સ કલેક્શન (TCS)નો નવો દર 1 ઓક્ટોબર 2023થી લાગૂ થશે. જો તમારો ખર્ચ કોઈ નાણાકીય વર્ષમાં એક ચોક્કસ મર્યાદાથી વધુ થાય છે તો તમારે ટીસીએસની ચુકવણી કરવી પડશે. પછી તમે વિદેશી યાત્રા કરી રહ્યાં હોવ, વિદેશી ઈક્વિટી, મ્યૂચુઅલ ફંડ કે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું હોય કે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈ રહ્યાં હોવ. ભારતીય રિઝર્વ બેન્ડની લિબરલાઇઝ્ડ રેમિટેન્સ સ્કીમ (LRS) તમને એક નાણાકીય વર્ષમાં $2,50,000 સુધી મોકલવાની મંજૂરી આપે છે. 1 ઓક્ટોબર 2023થી સ્વાસ્થ્ય અને શૈક્ષણિક ખર્ચ માટે કરવામાં આવેલી ચુકવણીને છોડી, એક નાણાકીય વર્ષની અંદર 7 લાખથી વધુના તમામ આંતરરાષ્ટ્રીય રેમિટેન્સેઝ પર 20 ટકાનો ટીસીએસ લાગશે. 

2. ડેબિટ-ક્રેડિટ કાર્ડ પર નવો નિયમ
RBI એ પ્રસ્તાવ મૂક્યો છે કે તમને તમારા ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ અને પ્રીપેડ કાર્ડ્સ માટે નેટવર્ક પ્રદાતા પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. આ ક્ષણે તમે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરો છો, નેટવર્ક પ્રદાતા સામાન્ય રીતે કાર્ડ રજૂકર્તા દ્વારા નક્કી કરવામાં આવે છે. RBI ઇચ્છે છે કે બેંકો 1 ઓક્ટોબરથી બહુવિધ નેટવર્ક પર કાર્ડ ઓફર કરે. અને ગ્રાહકોને તેમનું મનપસંદ કાર્ડ નેટવર્ક પસંદ કરવાનો વિકલ્પ આપો. ગ્રાહકો આ વિકલ્પનો ઉપયોગ કાર્ડ લેતા સમયે અથવા પછી કરી શકે છે.

3. ઈન્ડિયન બેંક સ્પેશિયલ એફડીની ડેડલાઇન
બેન્કની વેબસાઇટ અનુસાર સરકારી ક્ષેત્રની ઈન્ડિયન બેંકે  'Ind Super 400' અને 'Ind Supreme 300 days'સ્પેશિયલ એફડીને ઉચ્ચ વ્યાજદરોની સાથે આગળ વધારી દીધી છે. આ સ્કીમ્સ માટે સમયમર્યાદા 31 ઓક્ટોબર, 2023 માટે વધારવામાં આવી છે. 

4. એસબીઆઈ વીકેયર ડેડલાઇન
સીનિયર સિટીઝન એસબીઆઈ વીકેયર સ્કીમમાં 1 ઓક્ટોબરથી રોકાણ કરી શકાશે નહીં. આ સ્કીમમાં રોકાણ કરવાની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર છે. પરંતુ તે વાતની સંભાવના છે કે બેન્ક સમયમર્યાદા વધારી શકે છે. 

5. IDBI અમૃત મહોત્સવ એફડી ડેડલાઇન
આઈડીબીઆઈએ 375 અને 444 દિવસના સમય સાથે અમૃત મહોત્સવ એફડી નામથી એક નવી એફડી યોજના શરૂ કરી છે. આ સ્પેશિયલ એફડીમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2023 છે. 

6. એલઆઈસી રિવાઇવલ કેમ્પેન
એલઆઈસીએ જોખમ કવર પ્રદાન કરવાનું જારી રાખવા માટે સમાપ્ત થઈ ચુકેલી પોલિસીઓને ફરી સક્રિય કરવા માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે. વ્યકિતગત લેપ્સ્ડ વીમા માટે વિશેષ પુનઃસજીવન ઝુંબેશ 1 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર, 2023 સુધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news