FREE RIDE: પ્રખ્યાત ટેક્સી એપ કંપનીનું મોટું એલાન, વેક્સીનેશન સેન્ટર પર જવા માટે આપશે ફ્રી રાઈડ
કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર અપીલ કરી રહી છેકે, વેક્સીન લેવી જોઈએ. આ સ્થિતિમાં વેક્સીનેશન સેન્ટર પર વેક્સીન લેવા જવા માગતા લોકોને UBER આપી રહી છે ફ્રી રાઈડ.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસ ખુબ ઝડપથી વધી રહ્યાં છે. ત્યારે અમેરિકા બેઝ્ડ કંપની UBERએ મોટું એલાન કર્યું છે. કંપનીએ કહ્યું છે કે દિલ્લીમાં તમામ યોગ્ય નાગરિકોને વેક્સીનેશન માટે સરકારને 1.5 કરોડ રૂપિયાની ફ્રી રાઈડ આપશે.
UBERએ કહ્યું કે કંપનીએ આ નિર્ણય દિલ્લી સરકારની મદદ કરવા માટે લીધો છે. UBER તરફથી 1.5 કરોડ રૂપિયાની ફ્રી રાઈડનું પેકેજ કંપની તરફથી હાલમાં એલાન કરાયેલા સમર્થનનો ભાગ છે. કંપનીએ હાલમાં મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી અફેર, રાજ્ય સરકાર અને લોકલ NGO માટે મદદનું એલાન કર્યું છે.
UBERએ દિલ્લી સહિત 34 શહેરોમાં 10 કરોડ રૂપિયાની ફ્રી રાઈડ આપવાનું એલાન કર્યું છે. આ ફ્રી રાઈડ તે લોકોને મળશે જે વેક્સીન લગાવવા માટે યોગ્ય છે. ફ્રી રાઈડ લઈને લોકો વેક્સીનેશન સેન્ટર પર જઈ શકે છે. કંપનીએ જણાવ્યું કે આ ફ્રી રાઈડ પ્રોમો કોડ્સ દ્વારા મેળવી શકાશે.
વેક્સીનેશન માટે ફ્રી રાઈડ આ રીતે મેળવો
UBER એપમાં ટોપ લેફ્ટમાં જઈને WALLET સિલેક્ટ કરવું પડશે. જે બાદ ADD PROMO CODEનું ઓપ્શન સિલેક્ટ કરવું પડશે. પ્રોમો કોડમાં 10M21V એડ કરવું પડશે. વેક્સીનેશન પ્રોમો કોડ દિલ્લી-NCRના તમામ UBER યુઝર્સના એપ્લીકેશનમાં દેખાશે.
પ્રોમો કોડને એપમાં એડ કર્યા બાદ વેક્સીનેશન સેન્ટર પર જઈ શકાશે. વેક્સીનેશન સેન્ટર પ્રાઈવેટ અથવા સરકારી હોય શકે. પ્રોમો કોડ રિટર્ન ટ્રીપ માટે પણ લાગૂ થશે. કોડ નાખ્યા બાદ હોમ સ્ક્રિન પર નોર્મલી રાઈડ બુક કરી જ્યાં ડ્રોપ અને પિકઅપ છે.
UBER મુજબ દરેક રાઈડની વેલ્યુ 150 રૂપિયાની છે. અને દરેક રાઈડરને મેક્સિમમ 2 ફ્રી રાઈડ્સ મળશે. એટલે કે વેક્સીનેશન સેન્ટર પર આવવા-જવાની ટ્રીપ ફ્રીમાં મળશે. કન્ફર્મેશન બાદ ફાઈનલ ફેર સ્ક્રીન પર દર્શાશે, જેમાં ડિસ્કાઉન્ટ પણ સામેલ હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે