આવી રહ્યો છે વધુ એક IPO,70 રૂપિયા છે શેરનો ભાવ, અત્યારથી 120 રૂપિયાનો ફાયદો

ફોનબોક્સ રિટેલનો આઈપીઓ 25 જાન્યુઆરીથી ખુલી રહ્યો છે. કંપનીના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 66થી 70 રૂપિયા છે. તો ગ્રે માર્કેટમાં ફોનબોક્સ રિટેલના શેર 120 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. 
 

આવી રહ્યો છે વધુ એક IPO,70 રૂપિયા છે શેરનો ભાવ, અત્યારથી 120 રૂપિયાનો ફાયદો

નવી દિલ્હીઃ જો તમે આઈપીઓમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યાં છો તો વધુ એક કંપનીનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. કંપનીનું નામ ફોનબોક્સ રિટેલ (Fonebox Retail)છે. ફોનબોક્સ રિટેલનો આઈપીઓ ગુરૂવાર 25 જાન્યુઆરી 2024ના ખુલવા જઈ રહ્યો છે. કંપનીનો આઈપીઓ મંગળવાર 30 જાન્યુઆરી સુધી સબ્સક્રિપ્શન માટે ખુલશે. ફોનબોક્સ રિટેલનો આઈપીઓ હજુ ખુલ્યો નથી, પરંતુ ગ્રે માર્કેટમાં કંપનીના શેર ધમાલ મચાવી રહ્યો છે. ગ્રે માર્કેટમાં ફોનબોક્સ રિટેલના શેર જોરદાર પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે.

190 રૂપિયાની નજીક લિસ્ટ થઈ શકે છે શેર
ફોનબોક્સ રિટેલના આઈપીઓ (Fonebox Retail IPO)ની પ્રાઇઝ બેન્ડ 66થી 70 રૂપિયા છે. તો કંપનીના શેર ગ્રે માર્કેટમાં 120 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. 70 રૂપિયાની અપર પ્રાઇઝ બેન્ડ પર ફોનબોક્સ રિટેલના શેર 190 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. આઈપીઓમાં જે ઈન્વેસ્ટરોને ફોનબોક્સ રિટેલના શેર અલોટ થશે, તેને લિસ્ટિંગના દિવસે 171 ટકાથી વધુ ફાયદાની આશા કરી શકે છે. આઈપીઓમાં શેરનું એલોટમેન્ટ 31 જાન્યુઆરી 2024ના ફાઈનલ થશે. તો કંપનીના શેર શુક્રવાર 2 ફેબ્રુઆરી 2024ના લિસ્ટ થશે.

2000 શેર પર દાવ લગાવી શકે છે રિટેલ ઈન્વેસ્ટર્સ
ફોનબોક્સ રિટેલના આઈપીઓ (Fonebox Retail IPO)માં રિટેલ ઈન્વેસ્ટર્સ 1 લોટ માટે બોલી લગાવી શકે છે. આઈપીઓના એક લોટમાં 2000 શેર છે. એટલે કે રિટેલ ઈન્વેસ્ટર્સે 140000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. ફોનબોક્સ રિટેલના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જના SME પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. કંપનીના પબ્લિક ઈશ્યૂની ટોટલ સાઇઝ 20.37 કરોડ રૂપિયાની છે. આઈપીઓ પહેલા કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી 100 ટકા છે, જે હવે 71.64 ટકા રહી જશે. ફોનબોક્સ રિટેલ લિમિટેડ સ્માર્ટફોન અને એક્સેસરીઝની મલ્ટી-બ્રાન્ડ રિટેલર છે. કંપની ફોનબુક (Fonebook)અને ફોનબોક્સ (Fonebox)બે બ્રાન્ડ નામ હેઠળ ઓપરેટ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news