આર્થિક પેકેજનો ચોથો ભાગ: નાણા મંત્રીએ આ 8 સેક્ટર્સ માટે કરી મોટી જાહેરાત
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ના 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ આજે ચોથા દિવસે પણ કેટલીક મોટી જાહેરાત કરી છે. આજે 8 સેક્ટરને લઇને જાહેરાત કરવામાં આવી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ આજે આત્મનિર્ભર ભારત અભિયાન પેકેજના ચોથા ભાગને લઇને પ્રેસ કોન્ફરન્સમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, આઈબીસી, જીએસટીની વાત કરી અને કહ્યું કે, ભારતમાં બિઝનેસને સરળ બનાવવા માટે ઘણા સુધારા કરવામાં આવ્યા છે. ત્યારે કોલસા, માઇનીંગ અને સંરક્ષણ ક્ષેત્રને લઇને નાણા મંત્રીએ આ મોટી જાહેરાત કરી...
- નાણા મંત્રીએ આજની જાહેરાતમાં માળખાકીય સુધારા અંગે વાત કરી.
- સાથે જ કહ્યું કે ઘણા સેક્ટરોની મજબૂતી માટે નીતિગત ફરેફારની જરૂરીયાત છે.
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોટા ફેરફારના પક્ષમાં, મેક ઇન ઇન્ડિયા ભારતને આત્મનિર્ભર બનાવવા માટે
- રોજગાર ઉત્પાદનને વધારવાનો પ્રયત્ન
- આપણા ઉત્પાદોની વિશ્વસનીયતા બનાવવી જરૂરી
- પ્રધાનમંત્રીએ કહ્યું કે, રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ જરૂરી છે.
- આત્મનિર્ભર ભારતને દરેક પડકારો માટે તૈયાર રહેવું પડશે.
- મૂળભૂત સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પ્રાથમિકતા
- ડીબીટી અને જીએસટી જેવા સુધારા દેશ માટે મહત્વપૂર્ણ
- ભારતમાં રોકાણની સારી તક
- રોજગાર વધારવા માટે સરકાર કામ કરી રહી છે.
- ઈઝ ઓફ ડુઇન્ગ બિઝનેસ પર ભારતે મુક્યો ભાર
- કોલસા ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભરતા
- કોલસા ક્ષેત્રમાં કોમર્શિયલ માઇનીંગ નીતિ
- યોગ્ય કિંમત પર વધારે કોલસા પ્રાપ્ત થશે.
- કોલસાના ક્ષેત્રમાં સરકારનો એકાધિકાર ખતમ
- ખનિજ સેક્ટરમાં વિકાસની મોટી યોજનાની જાહેરાત
- 500 માઇનીંગ બ્લોકની હારાજી કરવામાં આવશે.
- માઇનીંગ લીઝને ટ્રાન્સફર કરવામાં આવી શકશે.
- કોલસા ક્ષેત્ર માટે 50 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે.
- કોલ ફીલ્ડમાં 50 નવા બ્લોકની હજારીની યોજના છે.
- સંરક્ષણ ઉત્પાદનમાં સરકારે મેક ઇન ઇન્ડિયા પર મુક્યો ભાર
- સેનાને અત્યાધુનિક હથિયારોની જરૂરિયાત
- સંરક્ષણ ક્ષેત્રમાં ભારતનું આત્મનિર્ભર બનવાનું લક્ષ્ય
- નિગમીકરણ અને ખાનગીકરણમાં અંતર, ઘણા સેક્ટર્સને સારા બનાવવા માટે નિગમીકરણ જરૂરી
- જે સામાનની આયાત નથી કરવાની તેનું લિસ્ટ બનાવવામાં આવશે.
- સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશી હથિયારો માટે અલથી બજેટ
- વર્લ્ડ ક્લાસ લેવલના એરપોર્ટનો વિકાસ પીપીપી મોડલથી થશે.
- એરસ્પેસ વધારવામાં આવશે. અત્યારે 60 % એરસ્પેસ ખુલ્લા છે.
- પીપીપી મોડલથી 6 એરપોર્ટ વિકસિત કરવામાં આવશે.
- એરપોર્ટ ઓથિરિટી ઓફ ઇન્ડિયાને 2300 કરોડ રૂપિયા આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે