ઓગસ્ટ મહિનાનો શાનદાર પ્રારંભ, મોદી સરકાર માટે એક બાદ એક આવ્યા 5 ગુડ ન્યૂઝ

ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં દેશના અર્થતંત્ર સાથે જોડાયેલા એક બાદ એક સારા સમાચાર આવી રહ્યાં છે. આ સમાચાર સરકારની સાથે જનતાને પણ રાહત આપનારા છે. 
 

ઓગસ્ટ મહિનાનો શાનદાર પ્રારંભ, મોદી સરકાર માટે એક બાદ એક આવ્યા 5 ગુડ ન્યૂઝ

નવી દિલ્હીઃ ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ચુકી ચે અને આ મહિનો કેન્દ્રની મોદી સરકાર માટે 5 ગુડ ન્યૂઝ લઈને આવ્યો છે. જે દુનિયામાં વધતા ખતરા વચ્ચે ભારતીય ઇકોનોમી દમદાર હોવાનો પૂરાવો આપી રહ્યાં છે. તેમાં 5જી સ્પેક્ટ્રમની હરાજીથી લઈને જીએસટી કલેક્શન સામેલ છે. 

5જી સ્પેક્ટ્રમની હરાજી
દેશમાં 5જી સ્પેક્ટ્રમની હરાજી સોમવારે સમાપ્ત થઈ ગઈ છે. તેના દ્વારા રકરારને 1.5 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ રકમ મળી છે. 26 જુલાઈથી હરાજીની શરૂઆત થઈ હતી. 5જીની રેસમાં સૌથી આગળ 88,078 કરોડ રૂપિયા ખર્ચ કરી મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો રહી. બીજા નંબર પર ભારતી એરટેલે 43084 કરોડ રૂપિયા, ત્રીજા નંબર પર 18799 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને વોડાફોન-આઈડિયા રહી છે. 

ઈનકમટેક્સ રિટર્ન
સરકાર માટે બીજા સારા સમાચારની વાત કરીએ તો તે ઈનકમ ટેક્સ રિટર્નથી સંબંધિત છે. પાછલા વર્ષે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ ઘણીવાર વધારવામાં આવી હતી અને 31 ડિસેમ્બર સુધી લોકોને તક આપવામાં આવી હતી. આ તારીખમાં કુલ 5.89 કરોડ રિટર્ન ભરવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે લાસ્ટ ડેટ વધાર્યા વગર 5.83 કરોડ આઈટીઆર ફાઈલ થયા છે. ખાસ વાત રહી કે રિટર્ન ભરવાની અંતિમ તારીખ પર એક દિવસમાં 72.4 લાખ આવકવેરા રિટર્ન ફાઈલ થયા. 

જીએસટી કલેક્શન
વસ્તુ તથા સેવા કર કલેક્શનના જુલાઈ મહિનાના આંકડા સોમવારે જાહેર કરવામાં આવ્યા હતા. જુલાઈમાં જીએસટી કલેક્શન પાછલા વર્ષના સમાન સમયગાળાના મુકાબલે 28 ટકા વધ્યું છે. પાછલા મહિને જીએસટી કલેક્શનથી સરકારના ખજાનામાં 1,48,995 કરોડ રૂપિયા આવ્યા. જુલાઈ 2021માં જીએસટી કલેક્શન 1,16,393 કરોડ રૂપિયા રહ્યું હતું. જૂન 2022માં જીએસટી કલેક્શન 1,44,616 કરોડ રૂપિયા રહ્યું હતું. 

મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી
ચોથા ગૂડ ન્યૂઝની વાત કરીએ તો ભારતમાં મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ જુલાઈમાં 8 મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ. ઓગસ્ટના પ્રથમ દિવસે જારી સર્વેક્ષણ અનુસાર કારોબારી ઓર્ડરમાં આવેલી તેજીની અસર પીએમઆઈ પર પડી છે. વિનિર્માણ ખરીદ મેનેજમેન્ટ સૂચકાંક જૂનમાં 53.9થી વધી જુલાઈમાં 56.4 થઈ ગયો. આ સૂચકાંકનું 50થી ઉપર રહેવું સંબંધિત ક્ષેત્રમાં વિસ્તાર દર્શાવે છે. જ્યારે 50થી નીચે મંદીનો સંકેત છે. 

ડોલર સામે રૂપિયો સુધર્યો
પાંચમી ગુડ ન્યૂઝ સરકારને ખુબ રાહત આપનારી છે. હકીકતમાં છેલ્લા કેટલાક સમયથી અમેરિકી ડોલરના મુકાબલે સતત તૂટી રહેલા ભારતીય રૂપિયા પર બ્રેક લાગી છે. પાછલા કારોબારી દિવસે રૂપિયો 23 પૈસાની તેજીની સાથે 79.06 પર બંધ થયો હતો. આ સાથે છેલ્લા ત્રણ સપ્તાહથી ભારતીય શેર બજારમાં તેજી દેશની ઇકોનોમી માટે સારા સમાચાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news