અટેચ પ્રોપર્ટીની હરાજી માટે બેન્કનું નવું પ્લેટફોર્મ, eBક્રય પર થશે વેચાણ

જાહેર ક્ષેત્રની બેન્કો તરફથી જપ્ત કરવામાં આવેલી સંપત્તિની હરાજી માટે એક નવું પ્લેટફોર્મ eBક્રય (E-auction) લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર બેન્કો દ્વારા અટેચ પ્રોપર્ટી વેંચવાની વ્યવસ્થા હશે.
 

 અટેચ પ્રોપર્ટીની હરાજી માટે બેન્કનું નવું પ્લેટફોર્મ,  eBક્રય પર થશે વેચાણ

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની બેન્કો તરફથી જપ્ત કરવામાં આવેલી સંપત્તિની હરાજી માટે એક નવું પ્લેટફોર્મ eBક્રય (E-auction) લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર બેન્કો દ્વારા અટેચ પ્રોપર્ટી વેંચવાની વ્યવસ્થા હશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમને શનિવારે આ ઈ-ઓક્શન પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. 

મંત્રાલય તરફથી જારી નિવેદન અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં બેન્કે 2.3 લાખ કરોડની પ્રોપર્ટી અટેચ કરી છે. eBક્રય પર આ સંપત્તિના ફોટો વીડિઓ ઉપલબ્ધ હશે, જેને નેવિગેટ કરી શકાશે. અત્યાર સુધી 35000 પ્રોપર્ટીની ડિટેલ્સ આ પ્લેટફોર્મ પર હાજર છે. તેની હરાજી થશે. 

Steps announced for boosting digital transactions

— PIB in Maharashtra (@PIBMumbai) December 28, 2019

તો તે પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે 50 કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવર વાળી કંપનીઓ ડિજિટલ પેમેન્ટ માટે રૂપે (Rupay) કાર્ડ અને યૂપીઆઈની વ્યવસ્થા ફરજીયાત કરશે, જેમાં ગ્રાહકોને ચાર્જ કે મરચન્ટ ડિસ્કાઉન્ટ રેટ નહીં આપવો પડે. 

જણાવવામાં આવ્યું કે, બેન્કોના એનપીએમાં ઘટાડો થયો છે. માર્ચ 2018મા 8.96 લાખ કરોડ રૂપિયા એનપીએ હતા, તે સપ્ટેમ્બર 2019મા 7.27 લાખ કરોડ રૂપિયા થઈ ગયા છે. 

નાણામંત્રી નિર્મલા સીતારમને બેન્કોના મેનેજિંગ ડિરેક્ટરો સાથે બેઠક કરી હતી. તેમાં નક્કી થયું કે, કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) તરફથી મોકલવામાં આવતી દરેક નોટિસમાં એક યૂનિક રજીસ્ટ્રેશન નંબર હશે, જેમાં તે ખ્યાલ આવશે કે નોટિસ પ્રામાણિક છે. કોઈ ગાહ્ય કોમર્શિયલ કારણથી ફેલ થનારા બિઝનેસ માટે કરવામાં આવતી સીબીઆઈ કાર્યવાહી વધુ સંવેદનશીલ હશે અને તેને અલગથી સુવિધા મળશે. એટલે કે કેટલિક છુટછાટ મળશે. બેન્ક ફ્રોડની સ્થિતિમાં ઈ-ફાઇલિંગના માધ્યમથી સીબીઆઈમાં એફઆઈઆર લખાશે. એક નક્કી કરેલા ઈ-મેલના માધ્યમથી સીબીઆઈને મોકલવામાં આવશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news