જે કામ મુગલો-અંગ્રેજોએ ન કર્યું, તે રાહુલ ગાંધી અને ટુકડે-ટુકડે ગેંગ કરી રહ્યાં છેઃ ગિરિરાજ સિંહ

રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ટુકડે-ટુકડે ગેંગના લોકો દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. કોંગ્રેસની બેવડી નીતિની કારણે દેશને ભ્રમમાં નાખવાનું કામ થઈ રહ્યું છે. 

જે કામ મુગલો-અંગ્રેજોએ ન કર્યું, તે રાહુલ ગાંધી અને ટુકડે-ટુકડે ગેંગ કરી રહ્યાં છેઃ ગિરિરાજ સિંહ

રાંચીઃ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે (Giriraj singh) રાંચીમાં નાગરિકતા સંશોધન કાયદાનું (CAA) સમર્થન કરતા રાહુલ ગાંધી અને વિપક્ષ પર પ્રહાર કર્યાં છે. રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ટુકડે-ટુકડે ગેંગના લોકો દેશને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. જે કામ મુગલો અને અંગ્રેજોએ નથી કર્યું, તે રાહુલ ગાંધી, ઓવૈસી અને ટુકડે-ટુકડે ગેંગ કરી રહ્યાં છે. કોંગ્રેસની બેવડી નીતિને કારણે દેશને ભ્રમમાં નાખવાનું કામ થઈ રહ્યું છે. 

તેમણે ગાંધી પરિવાર પર કટાક્ષ કરતા કહ્યું કે, આ લોગો મહાત્મ ગાંધીના આદર્શની વાત કરે છે. 'ગાંધી' તો ચોરી લીધા પરંતુ ગાંધીજીએ પ્રાર્થના સભામાં 12 જુલાઈ 1947ના કહ્યું હતું કે, જે લોકોને પાકિસ્તાન ભગાડવામાં આવ્યા છે, તેને ખ્યાલ હોવો જોઈએ કે તે સંપૂર્ણ રીતે ભારતના નાગરિક હતા, તેને તે પણ ખ્યાલ હોવો જોઈએ કે તે સંપૂર્ણ ભારતના નાગરિક હતા. ભારતની સેવા કરવા અને ભારતના મહિમા સાથે જોડાવા માટે પેદા થયા હતા, જો ફરી આવે તો તે વ્યવહાર અને તે સન્માન મળે. 

નાગરિકતા સંશોધન કાયદા પર દેશના અલગ-અલગ વિસ્તારમાં થઈ રહેલા વિરોધ પર કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે કોંગ્રેસ અને વિપક્ષ પર પ્રહાર કર્યાં છે. ગિરિરાજ સિંહે આ દરમિયાન ઓવૈસી પર પણ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, મોદી ડરાવી રહ્યાં નથી, પરંતુ આ લોકો દેશને ડરાવી રહ્યાં છે. સાથે તેમણે રાહુલ ગાંધીને જૂઠની ખેતી બંધ કરવાની સલાહ આપતા કહ્યું, દેશભરના લોકો સીએએના પક્ષમાં ઉભા છે. સાથે કહ્યું કે, જે રીતે રાફેલમાં માફી માગવી પડી, આ મુદ્દે પણ રાહુલ ગાંધીએ દેશની માફી માગવી પડશે. 

ગિરિરાજ સિંહ આગળ કહ્યું, અમારા માટે ભારત પ્રાથમિકતા, અમ તેના પર ઉભા છીએ. ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન જે લોકો કરી રહ્યાં છે, તેને દેશ જવાબ આપશે. શું ઘુસણખોરોને દેશમાં રહેવાની મંજૂરી હોવી જોઈએ? 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news