થોડાક જ કલાકો બાકી! મફતમાં 3 LPG સિલિન્ડર મેળવવા માટે ફટાફટ પતાવો આ કામ

સરકાર તરફથી મફત એલપીજી સિલિન્ડર મેળવવા માટે તમારી પાસે અંત્યોદય કાર્ડ હોવું જરૂરી છે. ત્યાર બાદ તમે સરળતાથી મફત એલપીજી સિલિન્ડર મેળવી શકો છો. ઉત્તરાખંડ સરકાર રેશનકાર્ડ ધારકોને દર વર્ષે ત્રણ એલપીજી સિલિન્ડર મફતમાં આપે છે.

થોડાક જ કલાકો બાકી! મફતમાં 3 LPG સિલિન્ડર મેળવવા માટે ફટાફટ પતાવો આ કામ

નવી દિલ્હી: જુલાઈ મહિનાનો આજે છેલ્લો દિવસ ઘણી રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની આજે છેલ્લી તારીખ છે. ઉપરાંત, જો તમે ત્રણ ઘરેલું ગેસ સિલિન્ડર (ફ્રી એલપીજી) મફતમાં મેળવવા માંગતા હો, તો આજે રેશન કાર્ડ સાથે કનેક્શન લિંક કરવાની પણ છેલ્લી તારીખ છે. જો તમે આ બંને બાબતો કરી નથી, તો તરત જ આ બન્ને કામ પતાવી દો. હવે માત્ર થોડા કલાકો જ બાકી છે. અન્યથા તમે ત્રણ ઘરેલું ગેસ સિલિન્ડર મફતમાં મેળવી શકશો નહીં. આ સિવાય આજથી આયકર રિટર્ન ફાઈલ કરવા માટે દંડ ભરવો પડશે.

મફતમાં LPG સિલિન્ડર 
સરકાર તરફથી મફત એલપીજી સિલિન્ડર મેળવવા માટે તમારી પાસે અંત્યોદય કાર્ડ હોવું જરૂરી છે. ત્યાર બાદ તમે સરળતાથી મફત એલપીજી સિલિન્ડર મેળવી શકો છો. ઉત્તરાખંડ સરકાર રેશનકાર્ડ ધારકોને દર વર્ષે ત્રણ એલપીજી સિલિન્ડર મફતમાં આપે છે. ફ્રી એલપીજી સિલિન્ડર મેળવવા માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આ સ્કીમ માત્ર ઉત્તરાખંડના રહેવાસીઓ માટે છે.

રેશન કાર્ડ કનેક્શનને કરો લિંક
જો તમે ઉત્તરાખંડના રહેવાસી છો અને તમારી પાસે અંત્યોદય કાર્ડ છે, તો મફત એલપીજી સિલિન્ડર મેળવવા માટે કાર્ડને ગેસ કનેક્શન કાર્ડ સાથે લિંક કરવું આવશ્યક છે. તેને લિંક કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે. જો તમે આ કાર્ય પૂર્ણ કર્યું નથી, તો તમારી પાસે માત્ર થોડા કલાકો જ બાકી છે. તમે તાત્કાલિક જ આ કામ કરો. મફત એલપીજી ગેસ યોજના માટે રાજ્ય સરકાર કુલ રૂ. 55 કરોડનો બોજ ઉઠાવશે.

આજે જ બુક કરાવો ગેસ સિલિન્ડર 
એલપીજીના નવા ભાવ દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. 1 ઓગસ્ટના રોજ જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સિલિન્ડરના દર નક્કી કરશે. આ મહિને પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે સસ્તો સિલિન્ડર મેળવવા માંગો છો, તો આજે જ બુક કરો. આ કામ માટે તમારી પાસે માત્ર થોડા જ કલાકો બાકી છે.

ઇલેક્ટ્રિક વાહન પર સબસિડી
ગોવા સરકાર ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી આપી રહી છે. આ માટે ઈલેક્ટ્રિક વાહનો ખરીદવાની તારીખ 31 જુલાઈ નક્કી કરવામાં આવી હતી. આજે આ યોજના સમાપ્ત થઈ રહી છે. સરકાર ટુ વ્હીલર પર 30,000 રૂપિયા, થ્રી વ્હીલર પર 60,000 રૂપિયા અને ફોર વ્હીલર પર 3 લાખ રૂપિયા સુધીની સબસિડી આપી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news