Stocks To BUY: Exit Polls માં ફરી મોદી સરકાર! એક્સપર્ટે તમારા માટે સિલેક્ટ કર્યા 3 ધમાકેદાર શેર

Exit Polls 2024: એક્ઝિટ પોલ (Exit Polls) ફરી એકવાર મોદી સરકાર બનતી જોવા મળી રહી છે. બજાર માટે આ પોઝિટિવ સમાચાર છે. એક્સપર્ટે એવામાં 3 શાનદાર મિડકેપ સ્ટોક્સને રોકાણકારો માટે સિલેક્ટ કર્યા છે. 
 

Stocks To BUY: Exit Polls માં ફરી મોદી સરકાર! એક્સપર્ટે તમારા માટે સિલેક્ટ કર્યા 3 ધમાકેદાર શેર

Stocks to BUY Exit Polls 2024: એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર ફરીથી બનવાની પ્રબળ આશા છે. ભાજપ ગઠબંધનને 360-400 વચ્ચે સીટોની આશા છે. જોકે ફાઇનલ પરિણામ તો 4 જૂને જ આવશે. બજાર માટે આ એક્ઝિટ પોલ પોઝિટિવ ગણવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઇંડિપેંડેટ માર્કેટ એક્સપર્ટ અંબરિશ બલિગાએ રોકાણની દ્રષ્ટિએ 3 દમદાર Midcap Stocks ને સિલેક્ટ કર્યા છે. આ સ્ટોક્સની વેલ્યૂએશન આકર્ષક છે, કમાણીનો આઉટલુક સારો છે અને કોઇ કારણવશ પોતાના હાઇથી સારા કેરેક્ટર થઇને નિચલા સ્તરે મળી રહ્યા છે. 

લોન્ગ ટર્મ માટે નિષ્ણાતોએ ડિફેન્સ અને એરોસ્પેસ સેક્ટરની કંપની MTAR Technologies ની પસંદગી કરી છે. આ શેર 1800 રૂપિયાના સ્તરે છે. 52 સપ્તાહની ઊંચી કિંમત 2920 રૂપિયા અને નીચી કિંમત 1660 રૂપિયા છે. બજાર Q4 પરિણામોથી ખુશ નથી, તેથી શેરમાં કરેક્શન આવ્યું છે. એવામાં આગામી 9-12 મહિના માટે 2450 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ વર્તમાન સ્તરથી 35 ટકાથી વધુ છે.

PI Industries Share Price Target
પેટ્રોકેમિકલ્સ કંપની  PI Industries ને એક્સપર્ટે પોજિશનલ રોકાણકારો માટે પસંદ કરી છે. આ શેર 2550 રૂપિયાના સ્તર પર છે. 52 હાઇ 4032 વીક્સ હાઇ 4032 રૂપિયા અને લો 3060 રૂપિયા ચે. કંપની ફાર્મા સેક્ટરમાં તેજીથી એક્સપેંશનર કરી રહી છે. Q4 ના પરિણામો બાદ સ્ટોકમાં કરેક્શન આવ્યું છે. કંપનીનો ગ્રોથ ગાઇડેન્સ હેલ્ધી છે. આગાની 6-9 મહિનાનો ટાર્ગેટ 4400 રૂપિયા છે જે વર્તમાન સ્તરથી 22-25 ટકા વધુ છે. 

Moil Share Price Target 
શોર્ટ ટર્મ માટે એક્સપર્ટે Moil ને સિલેક્ટ કર્યા છે. ઇંડસ્ટ્રિયલ મિનરલ્સમાં કામ કરનાર આ સરકારી કંપનીનો શેર 501 રૂપિયાના સ્તર પર છે. 52 અઠવાડિયા હાઇ 556 રૂપિયા અને લો 155 રૂપિયાનો છે. પોતાના સેગમેંટમાં તેનો માર્કેટ શેર દેશમાં 45 ટકાની આસપાસ છે. 540 રૂપિયાનો શોર્ટ ટર્મ ટાર્ગેટ આપ્યો છે. એક મહિનામાં આ સ્ટોકે 23 ટકાનું તગડું રિટર્ન આપ્યું છે. 

(Disclaimer: અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news