PM Modi Bangladesh Visit LIVE: બાંગ્લાદેશના રાષ્ટ્રીય શહીદ સ્મારક પહોંચ્યા પીએમ મોદી, શહીદોને આપી શ્રદ્ધાંજલિ

કોરોના (Corona)  મહામારીની શરૂઆત થયા બાદ પ્રધાનમંત્રીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે.

PM Modi Bangladesh Visit LIVE: બાંગ્લાદેશના રાષ્ટ્રીય શહીદ સ્મારક પહોંચ્યા પીએમ મોદી, શહીદોને આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  આજે પોતાના બે દિવસના બાંગ્લાદેશ (Bangladesh) ના પ્રવાસ માટે દિલ્હીથી રવાના થયા અને સવા દસ વાગ્યાની આસપાસ ઢાકા એરપોર્ટ પહોંચ્યા. કોરોના (Corona)  મહામારીની શરૂઆત થયા બાદ પ્રધાનમંત્રીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. પીએમ મોદી (PM Modi) નો બાંગ્લાદેશ પ્રવાસ માત્ર કોરોનાકાળમાં તેમનો પહેલો વિદેશ પ્રવાસ છે એટલું જ નહીં પરંતુ ભારતના વીવીઆઈપી વિમાન એર ઈન્ડિયા-1ની પણ વિદેશી ધરતી માટે પહેલી મુસાફરી છે. બાંગ્લાદેશ પોતાની આઝાદીના પચાસ વર્ષ પૂરા થયાનો જશ્ન મનાવી રહ્યું છે. જેમાં પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાના છે.બાંગ્લાદેશની રચનામાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જ કારણ છે કે આ ખાસ અવસરે ભારતના પ્રધાનમંત્રી સામેલ થઈ રહ્યા છે. પીએમ મોદીના પ્રવાસ પહેલા બાંગ્લાદેશને સજાવવામાં આવ્યું છે. ઢાકામાં હાલ તહેવાર જેવો માહોલ છે. પીએમ મોદી અનેક કાર્યક્રમોમાં  ભાગ લેશે. 

— ANI (@ANI) March 26, 2021

ભારતીય સમુદાય સાથે કરી મુલાકાત
રાષ્ટ્રીય શહીદ સ્મારકની મુલાકાત લીધા બાદ પીએમ મોદી ઢાકામાં બંગબંધુ-ગાંધી એક્ઝીબિશનમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. અહીં તેઓ ભારતીય સમુદાયને મળ્યા. 

— ANI (@ANI) March 26, 2021

પીએમ મોદી ઢાકાના શહીદ સ્મારક પર પહોંચ્યા
પીએમ મોદીએ બાંગ્લાદેશના સાવરમાં રાષ્ટ્રીય શહીદ સ્મારકની મુલાકાત લીધી. ત્યાં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ ઉપરાંત ત્યાં તેમણે સાવરમાં રાષ્ટ્રીય શહીદ સ્મારક પર રોપા પણ રોપ્યા. 

શેખ હસીનાએ કર્યું સ્વાગત
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ પીએમ મોદીનું ઢાકા એરપોર્ટ પર સ્વાગત કર્યું. એરપોર્ટ પર પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. 

PM Modi will attend the Bangladesh National Day program today. pic.twitter.com/oHK13lmQ9J

— ANI (@ANI) March 26, 2021

શહેરમાં લાગ્યા બેનર
પ્રધાનનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના બાંગ્લાદેશ પ્રવાસ પર ઢાકા પહોંચી ગયા છે. પીએમ મોદીના સ્વાગત માટે બાંગ્લાદેશના ઢાકા શહેરમાં ઠેર ઠેર Long Live India Bangladesh friendship ના બેનર લગાવવામાં આવ્યા છે. 

He will attend an event at the National Martyr's Memorial and the National Day program today. pic.twitter.com/SRLgFGleBL

— ANI (@ANI) March 26, 2021

પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ
 પ્રધાનમંત્રી બાંગ્લાદેશના 50માં સ્વાતંત્રતા દિવસ અને તેના સંસ્થાપક બંગબંધુ શેખ મુજીબુર્રહમાનના જન્મશતાબ્દી સમારોહમાં સામેલ થશે. પ્રધાનમંત્રી મોદીએ પોતાની બાંગ્લાદેશ યાત્રા વિશે ગુરૂવારે કહ્યુ- હું 26-27 માર્ચના બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના નિમંત્રણ પર બાંગ્લાદેશના પ્રવાસે છું. મને ખુશી છે કે કોરોનાની શરૂઆત બાદ મારી પ્રથમ વિદેશ યાત્રા મિત્ર પડોશી દેશની સાથે થશે, જેની સાથે ભારતના સાંસ્કૃતિક અને ભાષાકીય સંબંધો રહ્યા છે. 

આજનો કાર્યક્રમ

7.45 am નવી દિલ્હીથી રવાના

10.00 am ઢાકા એરપોર્ટ પહોંચશે

10.50 am રાષ્ટ્રીય શહીદ સ્મારક ખાતે કાર્યક્રમમાં ભાગ લેશે

3.15 pm બાંગ્લાદેશના વિદેશ મંત્રી એ કે  અબ્દુલ મોમીનને મળશે

3.45 pm નેશનલ ડે કાર્યક્રમમાં ભાગ લેશે

7.45 pm બાપુ બંગબંધુ ડિજિટલ વીડિયો એક્ઝિબિશનનું ઉદ્ધાટન કરશે

યાત્રાનું મહત્વ
આ પ્રવાસના ઘણા રાજકીય, ઔતિહાસિક અને ધાર્મિક અર્થ કાઢવામાં આવી રહ્યાં છે, પરંતુ આ સમયમાં તેઓ ત્રણ સ્થળો પર જશે. તેમાં એક છે તુંગીપાડા સ્થિત બંગબંધુ મેમોરિયલ એટલે કે બાંગ્લાદેશના સંસ્થાપકનું જન્મસ્થળ. ત્યારબાદ તેઓ બે મંદિરોના દર્શન માટે જશે, જેનું પોતાનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ છે. તેમાં એક છે ઓરાકાંડી સ્થિત મતુઆ સમુદાયનું હરિચાંદ ઠાકુરની સ્થળ ઠાકુડ બાડી અને બીજુ છે બોડિશાલની સુગંધા શક્તિપીઠ. આ સિવાય તિસ્તા નદી સંધિ પર ચર્ચા પણ કરશે. 

113 કિમી તુંગિપારામાં બંદબંધુ તીર્થ
તુંગિપારા મુજિબુર રહમાનનું જન્મસ્થળ છે. બાંગ્લાદેશને વર્ષ 1971મા આઝાદ કરાવનાર બંદબંધુ મુજિબુર રહમાન આ ભવ્ય મકબરાની અંદર દફન થયેલા છે, જેને બંગબંધુ સમાધી કહેવામાં આવે છે. 15 ઓગસ્ટ 1875ના તેઓ ઢાકાના ધનમંડીના 32 નંબર રસ્તાના 688 નંબરના મકાનમાં હતા. તે સમયે સેનાની બે બટાલિયને વિદ્રોહ કરી તેમના ઘરમાં હુમલો કર્યો અને હત્યા કરી દીધી. અહીં બંગબંધુ સંગ્રાહલય છે. આ પહેલાના પ્રવાસમાં પણ પીએમ મોદી સંગ્રહાલય જોવા ગયા હતા. 

ઠાકુર બાડી
ઢાકાથી લગભગ 144.6 કિમી દૂર ઓરાકાંડી મતુઆ સમુદાયના સંસ્થાપક હરિચાંદ ઠાકુરનું મંદિર છે. 1860માં તેમણે અહીંથી ધાર્મિક સુધાર આંદોલન શરૂ કર્યુ હતું. આ સમુદાયમાં સમાજના તે વર્ગને માન-સન્માન અધિકાર આપવામાં આવે છે જે અછૂત માનવામાં આવશે. તેને તેમણે નામસૂદ્ર નામ આપ્યુ. 

બંગાળની 30 સીટો પર મતુઆ સમુદાયની અસર
વર્ષ 1947ના વિભાજન બાદ આ સમુદાયના ઘણા લોકો ભારત આવી ગયા અને બંગાળમાં 24 પરગના, દક્ષિણ પરગના, નદિયા, જલપાઇગુડી, સિલીગુડી, કૂચ બિહાર અને બર્ધમાન વિસ્તારમાં ફેલાઈ ગયા. તેમની વસ્તી લગભગ બે-ત્રણ કરોડ લોકો છે. બંગાળની 30 વિધાનસભા સીટો પર આ સમાજની અસર માનવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીના પ્રવાસથી સમુદાયના લોકોનું ભાજપને સમર્થન મળી શકે છે. પીએમ મોદી આ મંદિરમાં 30 મિનિટ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news