EPFO: બદલાઈ શકે છે PF નો આ નિયમ! ATMમાંથી પૈસા કાઢવા સિવાય બીજો શું થઈ શકે છે ફેરફાર?
EPFO Update: આગામી મહિને એટલે કે ફેબ્રુઆરી 2025થી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન PF ના પૈસા કાઢવા મુદ્દે નિયમોમાં ફેરફાર જોવા મળી શકે છે. જેમાં પીએફમાંથી પૈસા કાઢવા હવે સરળ થઈ જવાનું છે.
Trending Photos
EPFO Update: જો તમે નોકરી કરતા હોવ તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફેબ્રુઆરી 2025થી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) PF (પ્રોવિડન્ટ ફંડ)માંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરી શકાય છે. નવા નિયમો હેઠળ પીએફ ઉપાડવાની પ્રક્રિયા પહેલા કરતા વધુ સરળ બનાવવામાં આવશે. તાજેતરમાં EPFOએ પીએફ ખાતામાં સેલ્ફ-અપડેશન વિશે માહિતી આપી હતી, જેના પછી ખાતાધારક પોતાના ખાતામાં કોઈપણ ભૂલને સુધારી શકે છે. જાણો આવનારા સમયમાં અન્ય કેવા ફેરફારો થઈ શકે છે?
શું તમે ATMમાંથી PF ના પૈસા ઉપાડી શકશો?
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા નવું ATM કાર્ડ લાવવાના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે. તેના આવવાથી કર્મચારીઓ તેમના પીએફના નાણાં ખૂબ જ સરળતાથી ઉપાડી શકશે. આ કાર્ડ આવવાથી જે રીતે ATMમાંથી પૈસા ઉપાડવામાં આવે છે, તે જ રીતે PF ના પૈસા પણ સામાન્ય રીતે ઉપાડી શકાય છે. આ અંગે કહેવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરી સુધીમાં ATM કાર્ડ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.
બધા જાણે છે કે ઓછામાં ઓછા રૂ. 15,000 સુધીનો પગાર ધરાવતા કર્મચારીઓનો પીએફ કાપવામાં આવે છે. પરંતુ નવા નિયમોને લઈને અહેવાલો સામે આવી રહ્યા છે કે નવા નિયમોમાં કાપવામાં આવનારી રકમમાં પણ ફેરફાર કરી શકાશે, જે ATMમાંથી ઉપાડી શકાશે.
એકાઉન્ટ ટ્રાન્સફર અને વ્યક્તિગત વિગતો અપડેટ
EPFOના ઉપયોગની પ્રક્રિયાને સતત સરળ બનાવવામાં આવી રહી છે. જેના માટે તાજેતરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે હવે કંપનીની દખલગીરી વિના EPF એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકાશે. જ્યારે, પીએફ ધારકોને વ્યક્તિગત વિગતો અપડેટ કરવાની સુવિધા પણ આપવામાં આવશે. જો ખાતું ખોલતી વખતે જન્મતારીખ, નામ અથવા અન્ય કોઈપણ વિગતો ખોટી રીતે દાખલ કરવામાં આવી હોય, તો તમારે તેના સુધારા માટે અરજી કરવાની રહેશે નહીં. ખાતાધારક પોતે આમાં ફેરફાર કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે