ખુલતા પહેલા 120 રૂપિયાના પ્રીમિયમ પર પહોંચ્યો આ IPO, શુક્રવારથી રોકાણની તક, જાણો વિગત

શેર બજારમાં વધુ એક કંપનીનો આઈપીઓ શુક્રવારથી રોકાણકારો માટે ઓપન થશે. વોટર અને સીવેજ સોલ્યૂશન ઈન્ફ્રા કંપની ઈએમએસ લિમિટેડનો આઈપીઓ આવતીકાલે ખુલશે. 
 

ખુલતા પહેલા 120 રૂપિયાના પ્રીમિયમ પર પહોંચ્યો આ IPO, શુક્રવારથી રોકાણની તક, જાણો વિગત

EMS IPO: વોટર અને સીવેજ સોલ્યૂશન ઇન્ફ્રા કંપની ઈએમએસ લિમિટેડનો આઈપીઓ 8 સપ્ટેમ્બર શુક્રવારે રોકાણ માટે ઓપન થશે. ઈન્વેસ્ટરો ઈશ્યૂમાં 12 સપ્ટેમ્બર સુધી દાંવ લગાવી શકે છે. તેની પ્રાઇઝ બેન્ડ 211 રૂપિયા છે. ઈએમએસના શેર બંને સ્ટોક એક્સચેન્જો બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે. કંપની પાણી અને ગંદા પાણીના સંગ્રહ, સારવાર અને નિકાલની સેવાઓ પૂરી પાડે છે.

આઈપીઓની વિગત
કુલ ઈએમએસ આઈપીઓની સાઇઝ 321.24 કરોડ રૂપિયા છે, જેમાં 146 કરોડ મૂલ્યના ફ્રેશ ઈક્વિટી શેર અને 82.94 લાખ શેરો ઓફર ફોર સેલ હેઠળ સામેલ છે. કંપનીના પ્રમોટર અને સંસ્થાપક રામવીર સિંહ ઓએફએસમાં 82.94 લાખ શેર વેચશે. સિંહની પાસે કંપનીની 97.81 ટકા ભાગીદારી છે. ઈએમએસ આઈપીઓની લોટ સાઇઝ 70 શેરની છે. એક રિટેલ ઈન્વેસ્ટરે આઈપીઓ ભરવા માટે 14770 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 

શું ચાલી રહ્યો છે જીએમપી
ગ્રે માર્કેટમાં આ શેર 120 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. તે પોતાની ઈશ્યૂ પ્રાઇઝ 211 રૂપિયાથી 57 ટકા ઉપર છે. કંપનીના શેરનું એલોટમેન્ટ 15 સપ્ટેમ્બર થઈ શકે છે. આ કંપની 21 સપ્ટેમ્બરે શેર બજારમાં લિસ્ટેડ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news