આજથી બદલાઇ જશે આ 7 નિયમ, તમારા ખિસ્સા સાથે જોડાયેલો છે દરેક ફેરફાર

1 ઓક્ટોબર 2019થી સામાન્ય વ્યક્તિ સાથે જોડાયેલા કેટલાક ફેરફાર થઇ રહ્યા છે. આ ફેરફાર તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ, ગાડીની આરસી બુક, સર્વિસ ચાર્જ, જીએસટી અને ક્રેડિટ કાર્ડ દ્વારા પેટ્રોલ-ડીઝલની ખરીદી સાથે જોડાયેલા છે.

આજથી બદલાઇ જશે આ 7 નિયમ, તમારા ખિસ્સા સાથે જોડાયેલો છે દરેક ફેરફાર

નવી દિલ્હી: 1 ઓક્ટોબર 2019થી સામાન્ય વ્યક્તિ સાથે જોડાયેલા કેટલાક ફેરફાર થઇ રહ્યા છે. આ ફેરફાર તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ, ગાડીની આરસી બુક, સર્વિસ ચાર્જ, જીએસટી અને ક્રેડિટ કાર્ડ દ્વારા પેટ્રોલ-ડીઝલની ખરીદી સાથે જોડાયેલા છે. ડીએલ અને આરસીમાં માઇક્રોચિપ ઉપરાંત ક્યૂઆર કોડની પણ સુવિધા આપવામાં આવશે, પછી તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અપડેત કરાવવું પડશે. આ પ્રકારે એસબીઆઇના સર્વિસ ચાર્જમાં 1 ઓક્ટોબરથી ઘટાડો કરવામાં આવશે અને ક્રેડિટ કાર્ડ વડે પેટ્રોલ ડીઝલ પુરાવતાં 0.75 ટકા કેશબેક નહી મળે. આ પ્રકારે આજથી થનાર ઘણા ફેરફારો વિશે તમારે જાણવું જરૂરી છે. 

ડીએલ અને આરસીમાં થશે ફેરફાર
નવા નિયમ મુજબ સ્માર્ટ ડીએલ અને આરમાં માઇક્રોચિપ અને ક્યૂઆર હશે. તેનાથી દેશના દરેક રાજ્યમાં ડીએલ, આરસીનો રંગ અને પ્રિન્ટિંગ એક જેવા હશે. હવે બધા ડીએલ અને આરસીમાં જાણકારીઓ એક જ જગ્યાએ હશે. હવે બધા રોજ્યોમાં ડીએલ અને ગાડીની આરસી બુક એક જેવી હશે. ક્યૂઆર કોડ અને ચિપમાં બધા જ રેકોર્ડ હશે. નવા નિયમ મુજબ તમારે તમારું લાઇસન્સ અપડેટ કરાવવું પડશે. 

SBI લાગૂ કરશે નવો નિયમ
એસબીઆઇ દ્વારા 1 ઓક્ટોબરથી ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. હવે મંથલી એવરેજ બેલેન્સ ઘટીને 3 હજાર રહી જશે. બીજું એ છે કે તમે બેલેન્સ મેન્ટેન કરી શકતા નથી તો પેનલ્ટી પણ ઓછી કરવામાં આવી છે. ત્રીજા ફેરફાર હેઠળ NEFT/ RTGS બ્રાંચમાંથી કરતાં હવે પહેલાંથી ઓછો ચાર્જ વસૂલવામાં આવશે. આ ઉપરાંત મેટ્રો સિટીના ગ્રાહકો માટે 1 ઓક્ટોબરથી એસબીઆઇ 10 ફ્રી ટ્રાંજેક્શન આપશે જ્યારે અન્ય શહેરો માટે 12 ફ્રી ટ્રાંજેક્શન આપ્શે. સાથે જ સેવિંગ એકાઉન્ટવાળાઓ માટે એક નાણાકીય વર્ષમાં પહેલાં 10 ચેક ફ્રી હશે. 

લાગૂ થશે જીએસટીના નવા દર
1 ઓક્ટોબરથી ઘણી વસ્તુઓ પર જીએસટીના દર ઓછા થઇ જશે. હવે 1000 રૂપિયા સુધીના ભાડાવાળી હોટલના રૂમ પર ટેક્સ ચૂકવવો નહી પડે. આ ઉપરાંત 7500 રૂપિયા સુધીના ટેરિફવાળા રૂમના ભાડા પર 12 ટકા જીએસટી ચૂકવવો પડશે. આ ઉપરાંત જીએસટી કાઉન્સિલે 10 થી 13 સીટર પેટ્રોલ-ડીઝલ વાહનો પર સેસને પણ ઘટાડી દીધો છે. રેલગાડીના સવારી ડબ્બા અને વેગન પર જીએસટી પર 5 ટકાથી વધારીને 12 ટકા કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જીએસટી કાઉન્સિલે 10 થી 13 સીટર પેટ્રોલ-ડીઝલ વાહનો પર સેસને પણ ઘટાડી દીધો છે. રેલગાડીના સવારી ડબ્બા અને વૈગન  પર જીએસટી વધારીને 12 ટકા કરી દીધો છે. 

ક્રેડિટ કાર્ડ વડે પેટ્રોલ ખરીદતાં કેશબેક ખતમ
નોટબંધી બાદ ક્રેડિત કાર્ડ વડે પેટ્રોલ-ડીઝલની ચૂકવણી કરતાં તમને 0.75 ટકા કેશબેક મળે છે. પરંતુ 1 ઓક્ટોબરથી આ સુવિધા ઓઇલ કંપનીઓ દ્વારા બંધ કરી દેવામાં આવી છે. એસબીઆઇ અને એચડીએફસી સહિત ઘણી બેન્કોએ પોતાના ગ્રાહકોને આ અંગે મેસેજ મોકલીને સૂચના પણ આપી દીધી છે. 

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો
કોર્પોરેટ ટેક્સમાં કરવામાં આવેલો ઘટાડો પણ લાગૂ થઇ જશે. ગત નાણાકીય વર્ષમાં સ્થાનિક કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સને ઘટાડીને 22 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત 1 ઓક્ટોબર બાદ સેટઅપ કરવામાં આવનાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પાસે 15 ટકા ટેક્સ ભરવાનો વિકલ્પ રહેશે. 

પેંશન સ્કીમમાં ફેરફાર
સરકારી કર્મચારીઓની પેન્શન પોલિસી પણ બદલાઇ જશે. કોઇ કર્મચારીની સર્વિસને 7 વર્ષ પુરા થઇ ગયા હોય અને તેનું મોત નિપજે છે તો તેના પરિવારને વધેલા પેન્શનનો લાભ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news