ભારતમાં કેમ લોકો મોંઘા ભાવે ખરીદી રહયાં છે છાણાં, રાખ, ભૂસું, માટી અને ગૌમૂત્ર? શું પાછું કંઈ નવું આવ્યું?

વિદેશમાં 40,000 રૂપિયાનો દેશી ખાટલો બરાબર છે, પરંતુ હવે ભારતમાં પણ લોકો મોંઘા ભાવે ખરીદે છે છાણાં, રાખ!

ભારતમાં કેમ લોકો મોંઘા ભાવે ખરીદી રહયાં છે છાણાં, રાખ, ભૂસું, માટી અને ગૌમૂત્ર? શું પાછું કંઈ નવું આવ્યું?

ઝી બ્યૂરો, અમદાવાદઃ ન્યૂઝીલેન્ડમાં ભારતનો દેશી ખાટલો 40,000 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. જોકે ભારતમાં પણ ધીમે-ધીમે આવી તમામ વસ્તુઓને મોંઘા ભાવે ખરીદવામાં આવી રહી છે. જેમાં છાણાં અને રાખનો પણ સમાવેશ થઈ ગયો છે. હાલમાં ઈન્ટરનેટ પર એક સમાચાર ઘણા ચર્ચામાં છે. જેમાં જણાવવામાં આવી રહ્યું છેકે ન્યૂઝીલેન્ડમાં એક દેશી ખાટલો લગભગ 40,000 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. તેના પછી લોકોનું કહેવું છે કે વિદેશમાં દેશી સામાનને ખરીદવામાં આવી રહ્યો છે. પરંતુ વિદેશમાં જ નહીં ભારતમાં પણ અન્ય દેશી પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી રહી છે અને લોકો તે બધી આઈટમ પર વધારે પૈસા ખર્ચી રહ્યા છે. એવામાં જાણીએ કે આખરે કઈ-કઈ આઈટમ ઓનલાઈન માધ્યમથી ખરીદવામાં આવી રહી છે જેની ગામડાઓમાં કોઈ વેલ્યૂ નથી.

No description available.

41,000 રૂપિયામાં ખાટલો:
ન્યૂઝીલેન્ડની એક વેબસાઈટ પર ખાટલો 41,000 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. જે વેબસાઈટ પર ખાટલો વેચાઈ રહ્યો છે તેણે તેની કિંમત 800 ડોલર નક્કી કરી છે. જે ભારતીય કરન્સી પ્રમાણે 41,000 રૂપિયા થાય છે.

રાખ:
તમે ગામમાં કે નાના શહેરમાં જોયું હશે કે રાખ હંમેશા કચરામાં ફેંકવામાં આવે છે. પરંતુ હવે આ રાખ ઓનલાઈન પ્લેટફોર્મ પર મળી રહી છે. ખાસ વાત એ છે કે તેના રેટ પણ હેરાન કરનારા છે. ઓનલાઈન વેબસાઈટ પર મળી રહેલી રાખની કિંમત 10-20 રૂપિયા નહીં પરંતુ 500 રૂપિયા કિલો સુધીની છે.

છાણાં:
હવે ગાય અને ભેંસના છાણમાંથી તૈયાર થયેલાં છાણાં સારી કિંમતે વેચાઈ રહ્યા છે. કેટલાંક છાણાંની કિંમત 150 રૂપિયા સુધીની હોય છે.

ભૂસું:
ભૂસું આજકાલ ઓનલાઈન માધ્યમથી ઓર્ડર કરવામાં આવી રહ્યું છે. એક પેકેટ 350 રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યું છે. તે પશુઓને ખવડાવવા માટે લોકો ખરીદે છે.

માટી:
હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર મુલતાની માટીથી લઈને કાળી માટી પણ વેચાય છે. ખાસ  વાત એ છે કે લોકો મોટા પ્રમાણમાં તેને ખરીદી પણ રહ્યા છે. 500 ગ્રામ માટીની કિંમત લગભગ 100 રૂપિયા છે.

ગૌમૂત્ર:
હવે તે ઓનલાઈન માધ્યમથી પણ વેચાઈ રહ્યું છે. હવે 500 મિલીગ્રામ ગૌમૂત્ર પણ 260 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news