ભારતના ટોપ 12 ધનીકોની રાશિ શુ છે? શું આ કારણે ધનકૂબેર છે આ લોકો

ભારતના સૌથી ધનીકમાં સામિલ મુકેશ અંબાણી, અજીમ પ્રેમજી, લક્ષ્મી નિવાસ મિત્તલ જેવા લોકો શા માટે ધનકૂબેર છે?

ભારતના ટોપ 12 ધનીકોની રાશિ શુ છે? શું આ કારણે ધનકૂબેર છે આ લોકો

નવી દિલ્હી: ભારતના સૌથી ધનીકમાં સામિલ મુકેશ અંબાણી, અજીમ પ્રેમજી, લક્ષ્મી નિવાસ મિત્તલ જેવા લોકો શા માટે ધનકૂબેર છે? શુ આ લોકો માત્ર તેમની મહેનતથી જ કરોડપતિ બન્યા છે, કે પછી તેનવી કિસ્મત પણ તેમનો સાથ આપી રહી છે, બર્ફલે હારૂનનું લિસ્ટ પણ એ જ બાજુ ઇશારો કરે છે, તેમના અનુસાર કર્ક, કન્યા, મેષ, વૃશ્ચિક, મકર રાશિના લોકો દેશના સૌથી ધનિક હસ્તિઓમાં સામેલ છે. જ્યારે બર્ફલ હારુનના લિસ્ટમાં જણાવામાં આવ્યું છે, કે 831 સૌથી કરોડપતિ ભારતીયઓમાં આ જ રાશિના લોકોની સંખ્યા આશરે 50 ટકા જેટલી છે. 

કરોડપતિઓમાં સૌથી વધારે કર્ક રાશિના લોકો
કરોડપતિઓની યાદીમાં સૌથી વધારે લોકો કર્ક રાશિના છે. અને કર્ક રાશિના આવા લોકોની સંખ્યા 10.5 ટકા છે, તેમની સંપત્તિ 21,200 કરોડ છે. આ યાદીમાં તેમની રાશિનું પ્રતિનિધિત્વ ગૌતમ અડાણી કરી રહ્યા છે. તેની બાદ કન્યા રાશિના લોકોની સંખ્યા 9.7 ટકા,જ્યારે મેષ રાશિના લોકોની સંખ્યા 9.3 ટકા અને વૃશ્ચિક રાશિના લોકોની સંખ્યા 9.2 ટકા અને મકર રાશિના લોકોની સંખ્યા 9 ટકા છે, કન્યા રાશિના લોકોનું પ્રતિનિધિત્વ શપૂરજી પલોનજી મિસ્ત્રી કરી રહ્યા છે, જ્યારે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી મેષ રાશિના લોકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. 

શુ કહે છે ધનકુબેરની યાદી(સ્રોત- હારૂન રિસર્ચ ઇસ્ટીટ્યૂટ)

નંબર રાશિ સંખ્યા
1 કર્ક 10.5%
2 કન્યા 9.7%
3 મેષ 9.3%
4 વૃશ્ચિક 9.2%
5 મકર 9%
6 સિંહ 8.5%
7 તુલા 8.4%
8 મીન 8.1%
9 મિથુન 7.3%
10 વૃષભ 6.9%
11 કુંભ 6.6%
12 ધન 6.4%

અમીજ પ્રેમજી સિંહ રાશિના છે. 
ઇટીના રિપોર્ટ અનુસાર વિપ્રોના અજીમ પ્રેમજીની રાશિ લિયો(સિંહ) છે. જ્યારે સન ફાર્માના દિલીપ સંધવી, કોટક બેંકના ઉદય કોટક, અને આર્સેલર મિત્તલના સીઇઓ એલ.એન મિત્તલની ક્રમશ: રાશિ લિબ્રા પિસીજ અને જેમિની છે. સેરમ ઇન્ડસ્ટ્રીટના સીઇઓ સાઇરસ એસ પૂનાવાલ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીટના નુસલી વાડિયા અને હિન્દુજા સમૂહના એસપી હિન્દુજાની રાશી ક્રમશઃ ટાઉરસ, એક્વેરિયન અને સૌગિટેરિયસ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news